લોકભારતી ગ્રામ વિધ્યાપીઠ ટ્રસ્ટ – સણોસરા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ -1 અંતર્ગત ખાસ વાર્ષિક શિબિરમાં નવાં વર્ષનાં પ્રથમ દિને ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે જ્ઞાનયજ્ઞનાં વક્તા સર્પ મિત્ર અને શિક્ષિકા રૂપાલીબેન ચૌહાણ એ શિબિરાર્થીઓને માનવજીવનનાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થાનાં કાર્યો અંગે માર્ગદર્શન આપી . સાપ વિષયક શાસ્ત્રોક્ત જ્ઞાન અને વર્તમાન સમયની સાપ વિષયક માહિતી આપી ધર્મ અને વિજ્ઞાનનો સંગમ સાધી રસપ્રદ માહિતી આપી. પ્રશ્નોત્તરી સેશનમાં કોલેજનાં અધ્યાપકો, શાળાનાં શિક્ષકો, ગ્રામજનો, શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓએ કરેલાં સવાલોનાં સર્પ મિત્ર રૂપાલી ચૌહાણ અને શિક્ષિકા બિંદિયાબેન ગોસ્વામીએ સંતોષકારક જવાબો આપેલ. વિશાલભાઈ જોષીએ સમગ્ર આયોજનની જહેમત ઉઠાવેલ.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયા સહિત જીલ્લાનું ગૌરવ,રાષ્ટ્રીય આદર્શ ગામ કેશોદને મુખ્યમંત્રી દ્વારા ખાસ શુભેચ્છાનો સંદેશ પાઠવાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું કેશોદ ગામ વિકાસ, સ્વચ્છતા, સુવ્યવસ્થા અને લોકભાગીદારીના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ... -
ધ્રોલ હરીપર ગોરડીયા હનુમાન મંદિરે માજી સૈનિકો દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો
ધ્રોલ પાસે હરીપર ગામ ખાતે શ્રી ગોરડીયા દાદા હનુમાનજી મંદિરના દિવસે ધાર્મિક મહોત્સવ પ્રસંગે આદરોલી માજી... -
ઉનાના સનખડા ગામનો યુવાન રાજેશ ગોહિલ ITBP ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા
ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરી રેલી યોજી ઉના તાલુકાના સનખડા ગામના રાજેશભાઈ નાનજી ભાઈ ગોહિલે...
