લોકભારતી સણોસરામાં માનવજીવનનાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થાનાં કાર્યો અંગે વક્તવ્ય યોજાયું

લોકભારતી ગ્રામ વિધ્યાપીઠ ટ્રસ્ટ – સણોસરા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ -1 અંતર્ગત ખાસ વાર્ષિક શિબિરમાં નવાં વર્ષનાં પ્રથમ દિને ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે જ્ઞાનયજ્ઞનાં વક્તા સર્પ મિત્ર અને શિક્ષિકા રૂપાલીબેન ચૌહાણ એ શિબિરાર્થીઓને માનવજીવનનાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થાનાં કાર્યો અંગે માર્ગદર્શન આપી . સાપ વિષયક શાસ્ત્રોક્ત જ્ઞાન અને વર્તમાન સમયની સાપ વિષયક માહિતી આપી ધર્મ અને વિજ્ઞાનનો સંગમ સાધી રસપ્રદ માહિતી આપી. પ્રશ્નોત્તરી સેશનમાં કોલેજનાં અધ્યાપકો, શાળાનાં શિક્ષકો, ગ્રામજનો, શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓએ કરેલાં સવાલોનાં સર્પ મિત્ર રૂપાલી ચૌહાણ અને શિક્ષિકા બિંદિયાબેન ગોસ્વામીએ સંતોષકારક જવાબો આપેલ. વિશાલભાઈ જોષીએ સમગ્ર આયોજનની જહેમત ઉઠાવેલ.

રિલેટેડ ન્યૂઝ