ગુજરાતી ભાષાના જાણીતા કવિ સ્નેહી પરમારે તાજેતરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર ખાતે પાંચ વર્ષના સઘન સંશોધન પછી પીએચ. ડી નિમિત્તે શોધનિબંધ રજૂ કરી પીએચ. ડી. ની ડિગ્રી મેળવી છે. ગુજરાતી બાળ સાહિત્ય કે જેના પર બહુ ઓછું સંશોધન થયેલ છે તેમાં સંશોધન કર્યું છે. “ગુજરાતી બાળકવિતાની ભાષા એક અભ્યાસ” વિષય પર પાંચ વર્ષ જેટલા સમયગાળામાં સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. ગુજરાતી બાળકવિતાની ભાષા જેવા વણખેડાયેલ વિષય પરનું આ સંશોધન આ પ્રકારનું આગવું સંશોધન લેખાય છે. સુધારકયુગ, પંડિત યુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ, અનુઆધુનિક યુગ જેવા યુગવિભાજન સાથે દરેક કાળે બાળકવિતાની ભાષામાં કેવાં ફેરફાર આવ્યા તેનો તલસ્પર્શી અભ્યાસ આ સંશોધનમાં કરવામાં આવેલ છે. સંશોધક અંગ્રેજી વિષયના શિક્ષક છે અને ગુજરાતી વિષય પર સંશોધન કર્યું છે તે રીતે આ સંશોધનમાં બે ભાષાની શિસ્તનું રસપ્રદ સાયુજય જોવા મળી શકે છે.ડો. સ્નેહી પરમારે ડો. પ્રશાંત પટેલના માર્ગદર્શનમાં આ સંશોધન કાર્ય કરેલ છે. તાજેતરમાં યુનિવર્સીટીના વાઇસ ચાંસેલર ડો. એ. ટી. જોશીના વરદ હસ્તે આ ડિગ્રી અર્પણ કરવામાં આવેલ છે. એક્સપર્ટ તરીકે ઉપસ્થિત રહેલ ડો. સંજય મકવાણાએ આ સંશોધનની પ્રશંસા કરતા સંતોષ વ્યક્ત કરેલ.કવિતા તો સંશોધનના નિષ્ણાંત કુમાર જૈમિની શાસ્ત્રી અને ભાષાવિદ્દ ડો. પિન્કી પંડ્યાએ આ સંશોધનને શુભકામનો પાઠવી છે. જેમની કવિતા ઉપર અનેક યુનિવર્સીટીમાં પીએચ. ડી થઇ રહેલું છે તેવા સ્નેહી પરમારે કરેલ સંશોધનને ભાષાના જાણકારોનો આવકાર પ્રાપ્ત થઇ રહેલ છે.અને બગસરાનું ગૌરવ વધારેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને સામાન્ય જ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઈ
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત ખંભાળિયામાં રઘુવંશી શૈક્ષણિક સંસ્થા દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે... -
ચોટીલામાં શાળાના બાળકોએ અંગદાન મહાદાનની ઝુંબેશ સાથે પતંગોત્સવની ઉજવણી કરી
ચોટીલાની જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળાના બાલ વર્ગ થી ધોરણ 8ના બાળકોએ બેગ- લેસ ડે... -
સંઘર્ષ કર્યા વગર ક્યારેય સિધ્ધિ મળતી નથી, સંઘર્ષ કરે એને સિધ્ધિ મળે જ છે: ક્રેઇન્સ ફુલેત્રા
માળીયાહાટીનાના પટેલ સમાજના 20 વર્ષના નવયુવાન ક્રેઇન્સ ભાવેશ ભાઈ ફુલેત્રા હૈદરાબાદમાં આઇપીએલ ક્રિકેટમાં સિલેક્ટ થયા પછી...
