રાજુલાના રાભડા ગામની ઘટના બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકીથી ડરેલા પ્રેમીએ આપઘાત કરતા ચકચાર

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાના રાભડા ગામે રહેતા એક આશાસ્પદ યુવાનને તે જ ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતાં આ અંગે યુવતીનાં પરિવારને થઈ જતાં યુવકને મારી નાખવાની અને બળાત્કારની ફરીયાદમાં ખોટી રીતે જેલમાં પુરી દેવાની ધમકી આપતા યુવક ડરી જતા તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી’ જતા યુવકને ગંભીર હાલતમાં સારવારમાં માટે પ્રથમ મહુવા તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખાતે લઇ જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતાં જતા આ બનાવ ચાર આરોપીઓ સામે યુવકને મરી જવા માટે મજબુર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાના રાભડા ગામે રહેતા શામજીભાઇ નાનજીભાઇ પરમારના પુત્ર અજયભાઇ પરમારને તેના ઘરની બાજુમાં રહેતા જેસીંગભાઇ પરમારની દિકરી સાથે પ્રેમ સબંધ હોય આ અંગે યુવતીનાં પરિવારના જેસીંગભાઇ ડાયાભાઇ પરમાર, કેશુભાઇ ચકુરભાઇ પરમાર, મહેશભાઇ લખમણભાઇ પરમાર અને ડાયાભાઇ ચકુરભાઇ પરમારને થઈ જતાં તેમણે યુવકને મારી નાખવાની અને બળાત્કારની ફરીયાદમાં ખોટી રીતે જેલમાં પુરી દેવાની ધમકી આપતા યુવક ડરી જતા યુવકે ગત તા.8ના રોજ 4 વાગ્યે ઉંદર મારવાની ઝેરી દવા પી’ જતા યુવકને ગંભીર હાલતમાં સારવારમાં માટે પ્રથમ મહુવા તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખાતે લઇ જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતાં જતા આ બનાવ ચારે’ય આરોપીઓ સામે યુવકને મરી જવા માટે માટે મજબુર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

રિલેટેડ ન્યૂઝ