40 એકમોમાં ચેકીંગ, ર0 એકમમાં પાણીના નમુના લીધા
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન મકરસંક્રાંતિ સહિતના પર્વને અનુલક્ષીને ચેકિંગની કાર્યવાહી ધરવામાં આવી હતી, અને શહેરની જુદી જુદી દુકાનો તથા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા 40 જેટલા એકમો માં ચેકિંગ હાથ ધરાયું હતું અને ફૂડના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં પીવાના પાણીનો વેપાર કરતા 20 જેટલા વિતરકોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરી પાણીના નમુના લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે. મકરસંક્રાંતિ ના તહેવાર ને અનુલક્ષીને રાજય સરકાર ની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ડી.એન.મોદી ની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફટી ઓફિસર દ્વારા હેર ના અલગ અલગ વિસ્તારમાં માંથી જેમ કે, સુભાષ માર્કેટ, લંઘાવાડ નો ઢાંળિયો, રણજીત રોડ, ગ્રેઇન માર્કેટ, જુના રેલ્વે સ્ટેશન રોડ, 5 દિગ્વિજય પ્લોટ, હવાઈ ચોક, 15 દિગ્વિજય પ્લોટ ,વિકાસગૃહ રોડ, જી.જી.હોસ્પિટલ સામે વગેરે વિસ્તાર માંથી ચીકકી દેશી ગોળ ., ફાફડા (જલેબી ઓઈલ , બેસન ઊંધિયું સહિત ખાદ્ય પદાર્થના કુલ 40 નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા. સંભવિત રોગચાળા અનુલક્ષીને શહેર ના રોગચાળા શંકાસ્પદ વિસ્તાર માં સપ્લાય થતા લુઝ ડ્રી-કીંગ વોટર, બરફ ની આઈસ ફેક્ટરી વગેરે જગ્યા એથી 20 લુઝ ડ્રીન્કીંગ વોટર જેટલા પાણી ના નમુના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીચડા ખાતે બેક્ટેરીયોલોજીકલ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. આ ઉપરાંત તા.18/01/2026 ના રોજ નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલ હઝરત પીર હાજીશાહ ડાડા ની જગ્યા એ યોજાનાર ઉર્ષ ના મેળા માં ન્યાઝ ના કાર્યક્રમ માં મીઠા ભાત નું જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફટી ઓફીસર દ્વારા ચેકિંગ કામગીરી કરી જરૂરી હાઇજેનિક કંડીશન જાળવવા અંગે ની જરૂરી સૂચના આપી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.
