પૂજ્ય ઈન્દુબાઈ મહાસતિજી તીર્થધામમાં પૂજ્ય સોનલબાઈ મહાસતિજીની 68મી જન્મજયંતિ ઉજવાઈ

સોનલબાઈ મહાસતીજીને શુભેચ્છા આપવા ભાવિકોનો ધોધ વહ્યો જન્મજયંતિની ઉજવણી નિમિત્તે અન્નદાન, ઔષધ દાન, અનુકંપા દાન

ગોં.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં સ્વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઈ મહાસતીજીની 68મી જન્મજયંતી પ્રસંગે આજે સવારે સરસ, સુંદર, સુવ્યવસ્થિત સોનલ સદાવ્રત સમારોહ યોજાયો હતો. તેમાં જીવન જરૂરીયાતની અનેક વસ્તુઓનું વિતરણ સાથે બધાને રૂા.100ની પ્રભાવના કરવામાં આવેલ હતી. જેમાં આજે સવારે સૌને પહેલા સુંદર મજાનો બ્રેકફાસ્ટ સુદર નવકારશીનું આયોજન પરમ ગુરૂણી ભકત રિયાબેન પિયુષભાઈ ઉદાણી તરફથી કરવામાં આવેલ. નાલંદા તીર્થધામમાં છેલ્લા 24 વર્ષથી સોનલ સદાવ્રત અખંડ- અવિરતપણે ચાલી રહ્યું છે. સોનલ સારવાર સહાય 17 વર્ષથી ચાલી રહ્યું છે. શૈક્ષણિક સહાય 10 વર્ષથી ચાલી રહી છે. ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ સ્થાપનાને આજે 28 વર્ષ પૂર્ણ થયેલ છે.
ઈન્દુબાઈ મહાસતીજી ચોકને આજે 14 વર્ષ પૂર્ણ થયેલ છે. દયાના દેવી, દુ:ખીયાના બેલી, માનવતાના મહાસાગર સમા, કોમ્પ્યુટર માઈન્ડ ધરાવતા એવા સોનલબાઈ મહાસતીજીને બધા સાધર્મિક બંધુઓ તથા ચંદ્રભકત મંડળ, શાલીભદ્ર સેવા ગ્રુપ, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સેવા ટીમ, સોનલ સખી મંડળઈ આદિ વિશાળ સમુદાયએ અભિનંદન પાઠવેલ હતા. તેમજ દિર્ઘઆયુષ્યની ભાવના ભાવી હતી. જુગ જુગ જીવોના નારા સાથે હર્ષ હર્ષ, જય જયથી તીર્થધામ ગુંજી ઉઠયું હતું. અને તીર્થધામની એ વિશેષતા છે કે દર વર્ષે કંઈક નવું નોખુ અનોખુ આયોજન કરેલ છે. છેલ્લા 24 વર્ષ થયા સોનલ સદાવ્રત, સોનલ સારવાર સહાય, સસોનલ શૈક્ષણિક સહાય, સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીઝન આ બધાનો આજે સ્થાપના દિન છે. સોનામાં સુગંધ ભળે તેમ આજે ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ, સેવાધામ, પ્રેરણાધામનો પણ આજે સ્થાપના દિન છે. કાલાવાડ રોડ મધ્યે ઈન્દુબાઈ મહાસતીજી ચોકના નામકરણને આજે 14 વર્ષ પૂર્ણ થતા નાલંદા તીર્થધામમાં આનંદ, ઉમંગ, અને ઉત્સાહ છવાયો હતો. ઈન્દુબાઈ સ્વામી અમર રહો.. ના નાદથી તીર્થધામ ગુંજી ઉઠયું હતું.
અનેક મંડળોએ સોનલબાઈ મહાસતીજીને શુભેચ્છા પાઠવતા ફરમાવ્યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન- બાન- શાન વધારી આત્માનંદી બનો. સોન સતી જુગ જુગ જીવોના નારાથી ગાજી અને ગૂંજી ઉઠયું હતું. દુ:ખીયાના બેલી ઘણું જીવોની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, પરમભકતો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સવારે નવકારશી, ત્યારબાદ સોનલ સદાવ્રત, ત્યારબાદ સોનલ સારવાર સહાય, ત્યારબાદ 9થી 10 અનુકંપાદાન, ત્યારબાદ સવારે 10થી 12 ભવ્યાતિભવ્ય જાપ તથા જીન ભકિતનું આયોજન અને ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમૃત ભોજન પૂજય મોટા મહાસતીજીના ભકતો તરફથી રાખવામાં આવેલું હતું. આજના બધા સમારોહ ભવ્યાતિભવ્ય સંપન્ન થયેલ છે. આજે અનેક માનવસેવાના જીવદયાના ધાર્મિક આયોજનો ઘણા થયા બધા ભકતોએ હાજર રહી અનુમોદના કરેલી.

નાલંદા તીર્થધામમાં બિરાજતા પૂ.સોનલબાઈ મ.ની આજે 68મી જન્મજયંતિ : પરિચય
ધર્મ નગરી રાજકોટ નાલંદા તીર્થ ધામ ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.સોનલજી મ.સ. 68 વષે પરિપૂર્ણ કરી 69 માં વષેમાં મંગલ પ્રવેશ કરેલ છે.ભાવિકો પૂ.સોનલજી મ.સ.ના જન્મદિનની જીવદયા,સાધર્મિકોને સહાય સહિત માનવતાસભર કાર્યો કરી ધર્મોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી રહી છે..
ધોરાજી ધન્ય ધરા ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેન ભુપતભાઈ શેઠ પરિવારના ગૃહાંગણે તા.20/1/1958 ના એક આત્માનું અવતરણ થયું. પરિવારજનોએ રેખા નામ પાડ્યું.24 વષેની ભર યુવાન વયે તેઓને મહાવીરનો મઝેઠિયો રંગ લાગ્યો.તેઓની જૈન ભાગવતી દીક્ષા ઉપલેટાની પાવન ધરા ઉપર મહા સુદ તેરસ વિક્રમ સંવંત 2038 તા.6/2/1982 ના રોજ થયેલ. બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી મ.સ.ના પરિવારના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિખ્યાત બનેલ સ્વ.પૂ.ઈન્દુબાઈ મ.સ.એ તેઓને દીક્ષા મંત્ર આપી કરેમિ ભંતેનો પાઠ ભણાવી પૂ.સોનલજી મ.સ.નામકરણ ઘોષિત કર્યું.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સ.( પૂ.જયંતમુનિજી મ.સા.)એ તેઓને વડી દીક્ષા સાથે પંચ મહાવ્રતોનું આરોહણ કરાવેલ.
સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.ની અસીમ કૃપા પૂ.સોનલજી મ.સ.ને મળેલી અને ફળેલી પણ છે.તેઓ શ્રીનો કંઠ મધુર છે. ખૂબ જ પ્રભાવશાળી પ્રવચન આપે છે.રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ ઉપરના મુખ્ય ચોકને ” પૂ.ઈન્દુબાઈ મ.સ.ચોક ” નામકરણ થયેલ તેમાં પણ પૂ.સોનલજી મ.સ.નું યોગ્ય માગેદશેન મળેલ.પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણાથી નાલંદા તીથેધામ ખાતે અવાર – નવાર તપ – જપના અનેરા આયોજનો થાય છે.ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં સૌરાષ્ટ્રમાં નાલંદા તીથેધામનો અવલ્લ નંબર આવે છે.

રિલેટેડ ન્યૂઝ