ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચ: સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે

ભારતીય ટ્રકિંગ ક્ષિતિજમાં પરિવર્તન લાવવા માટે સીમાચિહનરૂપ પગલામાં ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક અને મોબિલિટી સમાધાન પ્રદાતા ટાટા મોટર્સ દ્વારા આજે 7થી 55 ટનના 17 ટ્રકનો તેનો નેક્સ્ટ- જનરેશન પોર્ટફોલિયો રજૂ કરીને સુરક્ષા, નફો અને પ્રગતિમાં નવાં સીમાચિહ્નો સ્થાપિત કર્યાં છે. આ વ્યાપક લોન્ચ સંપૂર્ણ નવી અઝુરા સિરીઝ, અત્યાધુનિક ટાટા ટ્રક્સ.ઈવી રેન્જમાં રજૂ કરાયું છે અને સ્થાપિક પ્રાઈમા, સિગ્ના અને અલ્ટ્રા પ્લેટફોર્મ્સ માટે નોંધપાત્ર અપગ્રેડ્સ છે. કઠોર વૈશ્વિક સુરક્ષાનાં ધોરણો (ઊઈઊ છ29 03)ને સમર્થન આપવા માટે ઘડવામાં આવેલા આ ટ્રકોએ કમાણીની સંભાવના મહત્તમ બનાવી છે, માલિકીનો કુલ ખર્ચ ઓછો કર્યો છે અને ટ્રાન્સપોર્ટરોને ઉત્તમ સફળતા પ્રદાન કરવા માટે વાહન અપટાઈમ બહેતર બનાવ્યો છે.
નવા ટ્રકો લોન્ચ કરતા, ટાટા મોટર્સ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતુ ંકે, ભારતનું ટ્રકિંગ લેન્ડ સ્કેપ ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે પ્રગતિશીલ રાષ્ટ્રીય નીતિઓ, આધુનિક માળખાગત સુવિધાઓ અને સુરક્ષિત, સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ લોજિસ્ટિક્સની વધતી માંગને કારણે છે.

રિલેટેડ ન્યૂઝ