એમેઝોન ઇન્ડિયાએ આજે એગ્રીકલ્ચરલ વેસ્ટ (કૃષિ બગાડ)માંથી નવીન પેકેજિંગ મટીરિયલ વિકસાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (ઈંઈંઝ) રૂરકી સાથે ભાગીદારી કરી હોવાની ઘોષણા કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ નોન-વુડ (લાકડાવિહીન) પેપર ટેકનોલોજીનું સર્જન કરવાનો છે જે એગ્રીકલ્ચર વેસ્ટને બાળવાને બદલે વર્જિન વુડ પલ્પ પરના દબાણમાં ઘટાડો કરે છે. આ વજનમાં હળવા છે પરંતુ મજબૂત પેકેજિંગ મટીરિયલ છે જે પરંપરાગત વુડ પલ્પ પેપર અથવાપ્લાસ્ટિક બેગ્સ સામે રિસાયક્લેબલ અને હોમ-કોમ્પોસ્ટેબલ વિકલ્પ પ્રદાન કરે છે.
આ સંશોધન ઘઉંની દાંડી અને બેગાસ જેવા પાકના અવશેષોને કાગળના મેઇલર્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પલ્પમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે પરંપરાગત કાગળ પેકેજિંગની તુલનામાં કાર્યક્ષમ હશે. આ એગ્રીકલ્ચરલ વેસ્ટને મૂલ્યવાન પેકેજિંગ સામગ્રીમાં ફેરવીને ભારતમાં સ્ટ્રોબલ (લણણી પછી રહેલ શેષ પાક) બાળવાનું ઘટાડવામાં મદદ કરે છે. તે આયાતી વર્જિન લાકડાના પલ્પ પર નિર્ભરતા પણ ઘટાડે છે અને કૃષિ અવશેષો માટે બજાર પૂરૂં પાડીને ખેડૂતો માટે વધારાની આવક બનાવી શકે છે.
ઈંઈંઝ રૂરકીના પેપર અને પેકેજિંગ ટેકનોલોજી વિભાગ સાથે સહયોગ 15 મહિનાના સમયગાળામાં લેબ-સ્કેલ વિકાસ અને પરીક્ષણ સાથે શરૂ થશે. સફળ પ્રદર્શન પરીક્ષણોને આધિન, એમેઝોન આગામી વર્ષના મધ્યથી અંત સુધીમાં ઔદ્યોગિક પરીક્ષણો, પ્રક્રિયા માન્યતા અને વ્યાપારી ઉત્પાદનમાં પ્રગતિ માટે સમર્થન પૂરૂં પાડશે.
