જૂનાગઢથી 3 કી.મી. દુર માખીયાળા ઓવરબ્રીજ પાસે નવા બાયપાસ રોડ ઉપરથી રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં જુનાગઢ તાલુકા પોલીસે એક ટ્રકની તલાસી લેતા ટ્રક માંથી 10 ભેસને હલન ચલન ન કરી શકે તથા શ્વાસ પણ ન લઇ શકે તે રીતે ટુકા દોરડાઓથી એકદમ ક્રુરતા પુર્વક બાંધેલ હાલતમાં મળી આવતા, પોલીસે 10 પશુ જીવને બચાવી, ટ્રકનો કબજો લઈ પકડાયેલ ટ્રક ડ્રાઇવરની પૂછપરછ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પો.કોન્સ. ચીરાગ કરશનભાઇ એ ટ્રક ચાલક કિશોર ઉર્ફે કિશન વિનોદભાઇ ચૌહાણ તથા વિપુલભાઇ પુંજાભાઇ ભારાઇ (રહે. માણાવદર) લખનભાઇ અરજણભાઇ ઇચ્છુડા (રહે.માણાવદર) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ અશોક લેલન ટ્રક રજી. નંબર જીજે 14 એટી 6032 વાળીમાં ભેસ જીવ નંગ 10 ને ઘાસચારા કે પાણીની સગવડતા વગર હલન ચલન ન કરી શકે તથા શ્વાસ પણ ન લઇ શકે તે રીતે ટુકા દોરડાઓથી એકદમ ક્રુરતા પુર્વક બાંધી રાખીને કતલ કરવાના ઇરાદે હેરા ફેરી કરી આરોપીએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ છે. આ ગુન્હાની તપાસ તાલુકા પો.સ.ઇ. ડી.વી. બાલાસરા ચલાવી રહ્યા છે, આરોપીઓ પૈકી ટ્રક ચાલક કિશોર ઉર્ફે કિશન વિનોદભાઇ ચૌહાણ પકડાઈ ગયેલ છે જ્યારે આરોપીઓ વિપુલભાઇ પુંજાભાઇ ભારાઇ (રહે. માણાવદર) તથા લખનભાઇ અરજણભાઇ ઇચ્છુડા (રહે.માણાવદર) ને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢમાં એકતરફી પ્રેમીએ પોતાના શરીર પર જવલ્લનશીલ પદાર્થ છાંટી આપઘાત કર્યો
બે સંતાનના પિતાને એક સંતાનની માતા સાથે એક પક્ષીય પ્રેમ હોવાથી આ ઘટના ઘટી હોવાનું અનુમાન... -
વન્ય પ્રાણીઓના અકસ્માત અટકાવવા હાઇવે પર સ્પીડબ્રેકર – રિફલેકટર લગાવાશે
સિંહ-દિપડા સહિતના પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગનો એકશન પ્લાન: હોટ સ્પોર્ટનો સર્વે કરવા આદેશ એશિયાટિક સિંહોના... -
નરસિંહ મહેતા યુનિ. દ્વારા વિકસીત ભારતના ટકાઉ વિકાસ માટે નાણાકીય સમાવેશ સંદર્ભે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
150 જેટલા શોધપત્રો રજુ થયા, જેમાંથી 104 બેસ્ટ પેપર બન્યા છે. આ બેસ્ટ પેપરો સંશોધકોનો ઉત્સાહ...
