ડબલ ઋતુથી લોકો અસંમજસમાં: ઠંડા પવનની લહેર વચ્ચે ર0 ડિગ્રી તાપમાન
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ડબલ ઋતુ યથાવત રહેવા પામી છે. ગઇકાલે પણ રાજકોટ સહિત આઠ સ્થળોએ 31 થી 33 ડિગ્રી ઉપર મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે આજે સવારે ફરી ઠંડા પવનની લહેર વચ્ચે 13 થી ર0 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
ગઇકાલે બપોરે રાજકોટમાં 3ર.3, દમણમાં 3ર.4, ડાંગમાં 33.6, દિવમાં 31, નલિયામાં 31, પોરબંદરમાં 3ર.8, સુરતમાં 34.6 અને વેરાવળમાં 33.ર ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે આજે સવારે રાજકોટમાં 18.પ, પોરબંદરમાં ર0.3, વેરાવળમાં ર0.પ, સુરતમાં રર.8, ઓખામાં ર0.4, જયારે અમદાવાદમાં 18.6, અમરેલીમાં 17, વડોદરામાં 19.4, ભાવનગરમાં ર0.ર તથા ભુજમાં 16.8, દિવમાં 18.7, દ્વારકામાં 19.ર અને ગાંધીનગરમાં 17.8 તથા નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં પવનની ગતિમાં 2.2 કિમીનો વધારો થતાં શહેરીજનો ગુલાબી ઠંડીમાં લપેટાયા હતા.જ્યારે મહતમ અને લઘુતમ તાપમાનમાં આંશિક વધઘટ નોંધાઇ હતી.
જામનગરમાં લઘુતમ તાપમાનમાં આશિક વધારા સાથે 17.4 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે મહતમ તાપમાન સતત ચોથા દિવસે 28 ડિગ્રીની આસપાસ પારો રહ્યો હતો.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 અને પવનની ગતિ પ્રતિકલાક 8.2 રહી હતી.
