ભાવનગર જિલ્લા ના તળાજા ના દિહોર ગામનું શ્રમજીવી દંપતી આજે બપોર ના સમયે ઠાડચ ગામે થી દવા લઈ બાઇક પર પરત ફરી રહ્યું હતું.આ સમયે બાઇક અને કાર વચ્ચે અકસ્માત કુંઢેલી નજીક સર્જાતા તળાજા થી ભાવનગર હોસ્પિટલ મા રીફર કરવામાં આવેલ.ભાવનગર પૂરતી સારવાર મળે તે પહેલાં જ દંપતી એ અડધા કલાક ના અંતરે જ અનંત ની વાટ પકડી હતી.
છેલ્લા પંદરેક દિવસ દરમ્યાન એકપણ દિવસ તળાજા પંથક માટે અકાળે મોત ના વાવડ મળ્યા ન હોય તેવું બન્યું નથી. એક તરફ પુર બહાર મા લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ અકસ્માતે અથવા તો આપઘાત દ્વારા યમ ના તેડા આવી રહ્યા છે.
દિહોર ગામના દંપતિ દલપતભાઈ ખાટાભાઈ દિહોરા,કાંતાબેન દલપતભાઈ દિહોરા બપોરે આશરે 3.45 દરમ્યાન બાઇક પર સવાર થઈ ને કુંઢેલી નજીક થી પસાર થઈ રહ્યા હતા.આ સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો.દંપતી ને ગંભીર ઇજાઓ સાથે તળાજા અને અહીંથી અલગ અલગ બે 108 મા બંને ને ઓક્સિજન ની જરૂર હોય ભાવનગર વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.પાંચ પીપળા પસાર કરતા જ કાંતાબેન એ અંતિમ શ્વાસ ગણી લીધા ના દુ:ખદ સમાચાર આવી ગયા હતા.ભાવનગર ખાતે પહોંચતા પત્ની ને આપેલ સાથે જીવન મરણ નું વચન નિભાવવા નું દલપતભાઈ એ પણ ફાની દુનિયા છોડી દીધી હતી.બંને ના મોત ને લઈ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બંને ઇજાગ્રસ્ત ને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા તેઓની સાથે કોઈ ન હોય આસપાસ ના વેપારીઓ જે નિયમિત પણે સેવાભાવે દોડી જાય છે તેવા વિજયભાઈ ધાંધલ્યાં,ઓમકાર દાતવાળા,ફકીર સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ સહિતના દોડી ગયાહતા.
