સાયબર ઠગે મહિલાને જુની પાંચ રૂપિયાની નોટના બદલામાં 15 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી
જાફરાબાદ તાલુકા મિતિયાળા ગામે એક મહિલાના ફેસબુક એપ્લીકેશન પર આવેલ એક જાહેરાત આવેલ જેમાં ટ્રેક્ટર છાપની પાંચ રૂપીયાની નોટના બદલામાં પંદર લાખ રૂપીયા મળશે. તે જાહેરાત અન્વયે મહિલાએ આ અજાણ્યા આરોપીના વોટ્સએપ ઉપર મેસેજ કરતા આરોપીએ રજીસ્ટ્રેશન, જી.એસ.ટી. તેમજ આઇ.ડી. બનાવવા તેમજ સરકારી માણસો તથા વીડીયોગ્રાફી ખર્ચના બહાને તેમજ સી.બી.આઇ. ઓફીસર તરીકેની ખોટી ઓળખ આપી મહિલાના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કટકે કટકે રૂપિયા 1,41,750 ટ્રાજેક્શન કરાવી ઓનલાઇન વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ધમકી આપી સાયબર ફોડનો ગુન્હો આચરેલ હતો.
બાદ આ મહિલાને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા મહિલાએ સાયબર ફ્રોડ હેલ્પ લાઇન 1930 ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ હતી. આ ફરિયાદ જાફરાબાદ પોલીસ સ્ટેશન આવતા જાફરાબાદ પોલીસે બી.એન.એસ. કલમ 316 (2), 319(2), 318 (4),351(2) તથા આઇ.ટી એકટ ક. 66(સી),66(ડી) મુજબ અજાણ્યા આરોપી સામે ગુન્હો નોંધેલ હતો.
આ સાયબર ફ્રોડને અંજામ આપનાર રાજસ્થાનમાં રહેતાં આરોપી અસ્પાક તૈયબ દુલોત ખુબ હોશીયાર હોય અને ફેસબુક પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી લોકો સાથે અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરતા હતો. અને અલગ અલગ મોબાઇલ તથા અન્ય લોકોના નામના સીમકાર્ડનો ઉપયોગ કરી તથા પોતાના ખોટા નામ સરનામા આપેલ અને આરોપીઓ પોતાની કોઇ વ્યક્તિગત સાચી માહિતી છુપાવી અને ખોટી માહીતી આપી સાયબર ફોડ કરેલ ફેસબુકમાં જ્ઞહમભજ્ઞશક્ષભીિયિક્ષભુ એકાઉન્ટની વિગતો ચેક કરેલ હતી.
મહિલા ફરીયાદીએ ઉપયોગ કરેલ મોબાઇલ નંબરનું ટેકનીકલ એનાલીસીસ કરેલ અને આરોપીઓ કોઇ એક સીમ કાર્ડ અથવા કોઇ એક મોબાઇલનો થોડો સમય ઉપયોગ કરી અને મોબાઇલ તથા સીમ કાર્ડનો નાશ કરી નાખતો હતો. ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપીઓના અલગ અલગ ઇન્સટાગ્રામ એકાઉન્ટ મળેલ હતાં. જેમા અતાફસમીહજ્ઞિં નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટો માહીતી તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીએ એક વર્ષ દરમ્યાન 8 જેટલા ઈંખઊઈં તેમજ મોબાઇલ નંબર પણ બદલેલ હતાં. જે તમામ નંબરોનુ એનાલીસીસ કરેલ અને એક વર્ષ દરમ્યાન આરોપીની મુવમેન્ટનુ એનાલીસીસ કરેલ જેના આધારે આ આરોપી રાત્રી તથા દિવસ દરમ્યાનનુ ચોક્કસ એરીઆ નક્કી કરેલ અને વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીઓ મુળ નામ સરનામા અને મોબાઇલ નંબર મેળવેલ હતાં.
ઉપરોકત તમામ મુદાઓના આધારે આરોપીની ચોક્કસ ઓળખ થયેલ અને રાજસ્થાનના દીગ જીલ્લાના ડાયનાકા બાસ ગામેથી જાફરાબાદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપીને પકડવામા સફળતા મળેલ હતી.
ગુજરાત રાજય સરકાર તથા ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવારનેસ જાગૃતી સબબ ઘણાબધા કાર્યક્રમ યોજેલ છે.અને લોકોને સાયબર ફ્રોડ તથા ફોડ કોલથી સર્તક રહેવા સુચન આપેલ છે. અને તમારી સાથે પણ સાયબર ફોડ કરવાની કોશીશ કરે તો સાયબર ક્રાઇમ ફ્રોડ હેલ્પલાઇન 1930 નો સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જાગ્રુત નાગરીક બનવા અપીલ કરેલ છે.
