1032 વિદેશી દારૂની બોટલો, રૂા. 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી. પોલીસે વેરાવળ-સોમનાથ બાયપાસ પર સીગડી હોટેલ પાસે દરોડો પાડી વિદેશી દારૂની 1032 બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે. પોલીસે કુલ રૂ. 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને પો.સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પો.કોન્સ્ટેબલ અશોક મોરી, કરણસિંહ ચૌહાણ અને રવિ ગોહીલ દ્વારા વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર સીગડી હોટેલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની કુલ 1032 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂ.3,31,200/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ.10,00,000/- ની કિંમતનું બોલેરો પીક અપ વાહન નંબર ૠઉં-03-ઇઝ-2829, શ. 20,000/- ના બે મોબાઇલ ફોન અને રૂ. 800/- ના ચાર પ્લાસ્ટિક કેરબા સહિત કુલ રૂ. 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં સની મનુભાઈ ચારીયા ઉં.વ. 23, કૈલાશ વેલજીભાઈ માલમડી ઉં.વ. 30, વિપુલ વિભાભાઈ ધોળકીયા ઉં.વ. 37 અને નિલેશ વિભાભાઈ ધોળકીયા ઉં.વ. 33 એમ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા (રહે. વેરાવળ કોળી વાડા) ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81, 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 111 (2) , 111 (3) (ૠ 111(4) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં પ્રોહિબિશન સહિતની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
