કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જાગૃતિ અર્થે વિસાવદર તાલુકામાં શોભાયાત્રા દરમિયાન 50 લાખ કરતા વધારે દાન મળ્યું

ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વ સમાજ માટે રાજકોટ પાસે અમરેલી ગામે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટનું નિર્માણ થઈ રહ્યું છે. જે વિશ્વસ્તરીય આધુનિક સારવાર વ્યાજબી દરે સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને મળી રહે તે હેતુસર આ હોસ્પિટલ બની રહી છે. આ હોસ્પિટલનું નિર્માણ 43 એકર જગ્યામાં પાંચ લાખ ચોરસ વારનું બાંધકામ થઈ રહ્યું છે.
આ ભગીરથ કાર્યમાં દરેક વ્યક્તિ પોતાનું અનુદાન આપી શકે અને એક વિશાળ સામાજિક પ્રોજેક્ટ બને તે માટે જનજાગૃતિ તથા નિધિ એકત્ર કરવાના ભાગરૂપે વિસાવદર તાલુકામાં મા ખોડલનો રથ દરેક ગામમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને જુનાગઢ જિલ્લા ક્ધવીનર શ્રી રમેશભાઈ ખેતાણી અને વિસાવદર તાલુકા ક્ધવીનર શ્રી શ્રી વિશાલભાઈ રીબડીયા ના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ તથા વિસાવદર શહેર અને તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા વિસાવદર તાલુકાના દરેક ગામમાં પરિભ્રમણના દરમ્યાન કાગવડ થી પ્રસ્થાન થયેલ રથનું વિસાવદર તાલુકાના 70 ગામમાં પરિભ્રમણ થયું અને દરેક ગામમાં નાની દીકરીઓએ માતાજીના સામૈયા કર્યા , દરેક ગામમાં મહા આરતીનું આયોજન થયું અને બહેનો દ્વારા મહારાષ્ટ્રનું આયોજન થયું અને દરેક ગામમાં ભૂમિદાનનો સંકલ્પ થયો અને લગભગ 50 લાખ રૂપિયાનું એટલે 2000 ચોરસ વારનું ભૂમિદાન વિસાવદર તાલુકામાંથી સેવા રૂપે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નિર્માણ માટે મોકલવામાં આવ્યું અને ગામે ગામ ઉત્સાહ , ભક્તિ અને સેવા સાથે શોભા યાત્રા સંપન થઈ.

રિલેટેડ ન્યૂઝ