અમુક દૃેશોને બાદ કરતા મોટા ભાગના મુસ્લિમ દૃેશો સામેલ થશે
’બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક ૧૯ ફેબ્રુઆરી રમઝાનના રોજ યોજાઈ શકે છે. આ બેઠકમાં મોટાભાગના મુસ્લિમ દૃેશો સામેલ થશે. પરંતુ અમુક દૃેશ આ બેઠકથી દૃૂર છે. આ બેઠકમાં કુલ ૩૦ દૃેશ સામેલ થશે. આ સંગઠન યુદ્ધમાં વિનાશ થયેવા ગાઝાને ફરી ઉભુ કરવા અને તેની જવાબદૃારી નિભાવવા માટે બનાવવામાં આવ્યુ છે. બેઠકની તારીખ અંગે મુંઝવણ છે. કારણ કે, રમઝાન સમયે શરુ થશે બેઠક તો અરબ દૃેશની ઉપસ્થિતિ પર અસર જોવા મળશે. રમઝાન દૃરમિયાન આરબ દૃેશના નેતાઓ તેમના દૃેશમાં રહેવાનું પસંદૃ કરે છે.
સાઉદૃી અરેબિયા, તુર્કી અને કતાર સહિત આઠ મુસ્લિમ દૃેશોએ ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડમાં જોડાવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ, ફ્રાન્સ અને યુક્રેન જેવા કેટલાક દૃેશોએ સંગઠનમાં જોડાવાનો ઇનકાર કર્યો છે.
