56 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં: સૈયદ રાજપરા ગામ મારૂ પિયર છે.મારા પિતા મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીએ 35 વર્ષ પહેલાં સમૂહલગ્નનો પાયો નાખ્યોએ આજે વટવૃક્ષ બની રહ્યો છે:દિપાબેન બાંભણીયા
ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરે સમસ્ત કોળી સમાજ આયોજીત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્યતા રંગારંગ યોજાયો હતો જેમાં 56 નવદંપતી ઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને જીંદગી ની નવી શરૂઆત કરી હતી ગુજરાત રાજ્ય ના મત્સ્ય ઉદ્યોગ મંત્રી તેમજ કોળી સેના ના સ્થાપક પરસોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ / જૂનાગઢ જીલ્લા કોળીસેના પ્રમુખ શ્રીમતિ દીપાબેન બાંભણીયા , ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ મનોજ ભાઈ બાંભણીયા ગીર સોમનાથ જીલ્લા મહામંત્રીબાબુ ભાઈ સોલંકી ,કોળીસેના ઉના શહેર પ્રમુખભાવેશભાઈ સોલંકી ,ઉના તાલુકા કોળીસેના પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા , જીલ્લા ભાજપ મંત્રી વિજયભાઇ બાંભણીયા તાલુકા પંચાયત પૂર્વ સભ્ય ભીખાભાઈ ડાભી પૂર્વ સરપંચ કાળુભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાજગુરુ સુખરભાઈ, શૈલેષભાઈ, પુનાભાઈ બાંભણીયા સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તા
દ્વિતીય લગ્નોત્સવ નિમિત્તે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ ભાઈ સોલંકી એ પોતાના વક્તવ્ય પોતાના માદરે વતન ની જૂની યાદોને વગોળી હતી અને પ્રભુતા મા પગલા પાડી રહેલ તમામ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવી વિશાળ સમૂહલગ્ન નું આયોજન કરતા યુવા આયોજકો ને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા
આ સમૂહલગ્ન સમારોહ નિમિત્તે કોળી સેનાનાજિલ્લા પ્રમુખ દિપાબેન બાંભણીયા એ પોતાની લાક્ષણિક શૈલીમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ઉના તાલુકો મારા સાસરીયા છે પણ સૈયદ રાજપરા અને ધારા બંદર એ મારૂં પિયર પક્ષ છે અહીં અમારૂં માવતર વસ્યું છે કોળી સમાજ ના સમૂહલગ્ન નું બીજ આજ થી 35 વર્ષ પહેલાં મારા પૂજ્ય પિતાજી ગુજરાત રાજ્ય ના મંત્રી પરસોતમ ભાઈ સોલંકી એ મુંબઈ થી આવી ને રોપ્યું છે જે આજે વટવૃક્ષ બની ઉભરી રહ્યું છે સમગ્ર તાલુકામાં સમૂહલગ્ન સમારોહ યોજવા પાછળ સમાજના લોકો ને એક તાંતણે જોડવા નું હતું શરૂઆત મા કોઈ સમૂહલગ્ન સમારોહ મા જોડાતાં ન હતાં પણ આજે લોકો સમજ્યા છે દિકરી પક્ષ અને વર પક્ષ ના લોકો ને ખોટા ખર્ચ માથી બચાવી વિશાળ મંડપ ના વચ્ચે સમાજના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે આવો ભવ્ય આયોજન થાઈ સૌ સાથે મળીને ખુશી માણે એનું નામ જ સમૂહલગ્ન લગ્ન કહેવાય અંત મા સમૂહલગ્ન સમિતિ ના કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજ ના સારા સેવાકીય પ્રવૃતિ ના કામો સાથે બેસી કરવા અનુરોધ કર્યો હતો આ સમૂહલગ્નમાં નવદંપતી ઓ ને લગ્ન સ્થળે મેરેજ સર્ટિફિકેટ તેમજ મોમેનટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
