શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તારીખ 14 થી 16 ફેબ્રુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે.
ત્રી દિવસીય આ પર્વમાં શ્રી સ્વામીનારાયણ ડિવાઇન મિશન કે જે સામાજિક કાર્યો જેવા કે નિ:શુલ્ક સારવાર, નિ:શુલ્ક વાંચનાલય, વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક ચોપડાઓનું વિતરણ જેવા સમાજલક્ષી કાર્યો કરે છે. તેના સ્થાપક અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણભાઈનો પ્રાગટ્ય દિન પણ સત્સંગ બ્રહ્મયજ્ઞ ખાતે ઉજવાશે.
આ પ્રસંગે સદગુરુ પૂજ્ય શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી (મહંતશ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર) શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી અને પૂજ્યશ્રી નારાયણભાઈએ સમજાવેલ શિક્ષાપત્રીના રહસ્યસારની કથા પારાયણનો લાભ આપશે.
શિક્ષાપત્રી રહસ્યસારની પોથીયાત્રા ડિવાઇન મિશન થી બ્રહ્મયજ્ઞ સ્થળ ગુજરાત યુનિવર્સિટી ક્ધવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે જશે. તથા તારીખ 14મી રાત્રે 8:00 વાગ્યે ભવ્ય રાસોત્સવ યોજાશે આ સત્સંગ બ્રહ્મયજ્ઞમાં અનેક ધામોના સંતો-મહંતો તેમજ દેશ-વિદેશથી હરિભક્તો પધારશે.

રિલેટેડ ન્યૂઝ