રેપ્કો હોમ ફાયનાન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેકટરે 5 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં 31 ડિસેમ્બર, 2025ના રોજ પુરા થયેલા ક્વાર્ટરના આ કંપનીના નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે જે મુજબ 31 ડિસેમ્બરના રોજ તેની લોન બુક રૂ. 15394 કરોડ હતી, જે એક વર્ષ પહેલા આ જ સમયગાળા માટે રૂ. 14155 કરોડ હતી. કંપની દ્વારા પગારદાર સેગમેન્ટને અપાયેલી લોનનો હિસ્સો તેની લોન બુકમાં 47.1 ટકા હતી, જ્યારે તેની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 71 ટકા હતો. તેની નોન એનપીએ સંપત્તિ 213 કરોડ રૂપિયા છે. તેને સંપત્તિ અને ઇક્વીટી પર પવળતર અનુક્રમે 2.9 ટકા અને 13.3 ટકા હતું. આ ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ. 457 કરોડ હતી જે બીજા ક્વાર્ટરમાં રૂ. 447 કરોડ હતી. મૂડી પર્યાપ્તતા ગુણોત્તર 37.22 ટકાના સ્વસ્થ સ્તરે રહ્યો, જે 15 ટકાની નિયમનકારી જરૂરિયાત કરતા ઘણો વધારે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઇમ્પોર્ટ-એક્પોર્ટ ક્ષેત્રે ઉપયોગી ડેટા અને માહિતી સંપૂર્ણ ફ્રિ આપતી ભારતની એકમાત્ર લાઇમ ઇન્સ્ટીટ્યુટ
14 વર્ષથી ઇમ્પોર્ટ-એક્પોર્ટ-ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત લાઇમ ઇન્સ્ટીટ્યુટમાં ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશથી પણ લોકો તાલીમ મેળવવા... -
ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી શેરદીઠ રૂપિયા 900ની અપર પ્રાઈસ બેન્ડથી રૂપિયા 1,248.26 કરોડ એકત્રિત કર્યાં
ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડ કે જે ભારતની પહેલી પ્યોર પ્લે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે અને ફોચ્ર્યુન 500... -
કપાસિયા તેલના ભાવમાં સામાન્ય ઘટાડો
કપાસિયા તેલમાં રૂ.05 ઘટાડો થયા છે. સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી...
