આરએસએસની શતાબ્દી નિમિતે વડિયામાં હિન્દુ સંમેલન યોજવા અંતર્ગત સમિતિની રચના કરાઈ

સમગ્ર દેશમાં આર એસ એસ ની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે આખા દેશમાં યોજાઇ રહેલા હિન્દુ સંમેલનની તૈયારીરૂપે એક અગત્ય ની બેઠક વડીયા ખાતે યોજાઇ હતી જેમાં વડીયા મંડલ ના આજુબાજુ ના 9 ગામના સામાજિક આગેવાનો સેવાભાવી ધાર્મિક મંડળના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બેઠક ની શરૂઆત સંઘ ગીત અણથક ’અવિરત આજ આપણી પુર્ણ શતક સાધના.. માતૃભૂમિ ના વૈભવ કાજે શુધ્ધ હદય આરાધના, સુંદર ગીતથી કરવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્ સંઘ પ્રાંત અધિકારી શ્રી ગોવિંદભાઇ ટીંબડીયા દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સંમેલન સફળ રીતે યોજવા તમામ પેટા સમાજનુ પ્રતિનિધિત્વ રહે તે રીતે અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોષાધ્યક્ષ સચિવ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી
તારીખ -8/2/2026 ના સાંજે 5:30થી 7:00 કુંકાવાવ વડિયા તાલુકા વડીયા મંડલ ના વડીયા ગામે પટેલ સમાજ વાડી કુષ્ણપરા સ્થાન પર બેઠક કરવામાં આવી.. જેમાં ઉપસ્થિત સંઘ કાર્યકર્તાઓ દ્રારા સમાજની સજ્જન સેવાભાવી લોકો ની હિન્દુ સંમેલન સીમિત ની રચના કરવામાં આવી… જેમાં અધ્યક્ષ તરીકે બહાદુર ભાઈ ભેડા ની વરણી કરવામાં આવી, સચિવ કોષાધ્યક્ષ , સર્વસંમતિ થી ઘોષણા કરવામાં આવી…. આવનાર સમયમાં 28/2/2026ને શનિવારે સાંજના સમયે વડિયા મુકામે હિન્દૂ સંમેલન બોલાવવા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં આરએસએસ ના ગોવિંદભાઇ ટીમ્બલીયા,સંજયભાઈ નિમાવત, અશોકભાઈ હિરાણી સહીત વડિયા વિસ્તાર ના સામાજિક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ