એપિલેપ્સી અંગેની ગેરસમજો દૂર કરવા જાગૃતિ જરૂરી
એપિલેપ્સી દુનિયાભરમાં જોવા મળતી સૌથી સામાન્ય ન્યુરોલોજિકલ બીમારીઓમાંની એક છે, છતાં આજેય સમાજમાં તે અંગે અનેક ગેરસમજો, ભય અને કલંક વ્યાપક છે. ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડેના અવસરે, ન્યુરોલોજિસ્ટ ડો. આશુતોષ દુધાત્રાએ એપિલેપ્સી અંગે જાગૃતિ ફેલાવવાની, સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ડો. દુધાત્રાએ જણાવ્યું કે, એપિલેપ્સીકોઈ માનસિક બીમારી નથી અને તે ચેપ લાગતી બીમારી પણ નથી. મગજમાં થતા અસામાન્ય વિદ્યુત પ્રવાહ (ફબક્ષજ્ઞળિફહ યહયભિિંશભફહ ફભશિંદશિું)ના કારણે એપિલેપ્સી થાય છે. યોગ્ય નિદાન અને નિયમિત સારવારથી આશરે 70 ટકા દર્દીઓ સંપૂર્ણપણે ઝટકાવિહોણું જીવન જીવી શકે છે.
તેમણે વધુમાં સમજાવ્યું કે એપિલેપ્સી કોઈ પણ ઉંમરે બાળકોથી લઈને વૃદ્ધો સુધી થઈ શકે છે. દરેક વખત ઝટકા (રશતિં)ના સ્વરૂપમાં જ બીમારી દેખાય એવું જરૂરી નથી. ઘણા દર્દીઓમાં થોડી ક્ષણો માટે ધ્યાનભંગ, એક જગ્યાએ નિહાળતા રહેવું, અચાનક ગભરાટ, સ્મૃતિમાં ખલેલ અથવા સમજશક્તિ ઘટવી જેવા સૂક્ષ્મ લક્ષણો જોવા મળે છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે અથવા ખોટી રીતે સમજવામાં આવે છે.
સમયસર તબીબી સલાહ લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ડો. દુધાત્રાએ જણાવ્યું કે ભય, શરમ અને ગેરસમજોના કારણે અનેક દર્દીઓ યોગ્ય સારવારમાં વિલંબ કરે છે. એપિલેપ્સી એક સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય તેવી બીમારી છે.
