સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે 130મી મનોરોગી મહિલા સ્વસ્થ થઈ પરિવારને મળી

સાવરકુંડલા ના હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમમાં છેલ્લા 13 વર્ષથી ભક્તિ બાપુ વિનામૂલ્યે દવા દુઆ ને હવાના માધ્યમથી મનોરોગી બહેનોને પુન: જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે માનવ મંદિર આશ્રમે 130મી મનોરોગી બહેન સાજી થઈ જતા તેમના પરિવારને જાણકારી મોકલતા તેમના પિતાશ્રી આજે માનવ મંદિરે આવી તેમની દીકરીને તેડી ગયા. તારીખ 26 12 2023 ના રોજ રાજકોટના માધાપર ગામની ઈલાબેન ગગજીભાઈ ડોડીયા નામની મનોરોગી મહિલા ને માનવ મંદિરે પ્રવીણભાઈ ગગજીભાઈ ડોડીયા તેમજ અશ્વિનભાઈ ડોડીયા મૂકી ગયા હતા. આજે આ ઇલાબેન નામની મહિલા તેમના પિતાજી રાજકોટના માધાપર ગામે રહેતા હોય તેમને જાણ કરવામાં આવતા તેઓ આજે માનવ મંદિરે આવી અને પોતાની દીકરી ઈલાબેન ને તેડી ગયા. માનવ મંદિર આશ્રમ એ છેલ્લા 13 વર્ષથી અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી ની દવા માનવ મંદિર આશ્રમનું વાતાવરણ અને ભક્તિ બાપુની ભગવાન રામચંદ્રજી ઉપરની અદભુત શ્રદ્ધા ના કારણે અહીંયા આજ સુધીમાં 130 બહેનો સાજી થઈ ગઈ છે હાલમાં 58 જેટલી મનોરોગી બહેનો આશ્રમમાં છે

રિલેટેડ ન્યૂઝ