સાવરકુંડલા ના હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમમાં છેલ્લા 13 વર્ષથી ભક્તિ બાપુ વિનામૂલ્યે દવા દુઆ ને હવાના માધ્યમથી મનોરોગી બહેનોને પુન: જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે માનવ મંદિર આશ્રમે 130મી મનોરોગી બહેન સાજી થઈ જતા તેમના પરિવારને જાણકારી મોકલતા તેમના પિતાશ્રી આજે માનવ મંદિરે આવી તેમની દીકરીને તેડી ગયા. તારીખ 26 12 2023 ના રોજ રાજકોટના માધાપર ગામની ઈલાબેન ગગજીભાઈ ડોડીયા નામની મનોરોગી મહિલા ને માનવ મંદિરે પ્રવીણભાઈ ગગજીભાઈ ડોડીયા તેમજ અશ્વિનભાઈ ડોડીયા મૂકી ગયા હતા. આજે આ ઇલાબેન નામની મહિલા તેમના પિતાજી રાજકોટના માધાપર ગામે રહેતા હોય તેમને જાણ કરવામાં આવતા તેઓ આજે માનવ મંદિરે આવી અને પોતાની દીકરી ઈલાબેન ને તેડી ગયા. માનવ મંદિર આશ્રમ એ છેલ્લા 13 વર્ષથી અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી ની દવા માનવ મંદિર આશ્રમનું વાતાવરણ અને ભક્તિ બાપુની ભગવાન રામચંદ્રજી ઉપરની અદભુત શ્રદ્ધા ના કારણે અહીંયા આજ સુધીમાં 130 બહેનો સાજી થઈ ગઈ છે હાલમાં 58 જેટલી મનોરોગી બહેનો આશ્રમમાં છે
રિલેટેડ ન્યૂઝ
-
રાજયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પૂર્વે આવતા માસમાં મનપા-જિ.પં.માં વહીવટદારનું શાસન
તા.10 માર્ચથી ચૂંટાયેલી પાંખોની કામગીરી પુરી થશે: જો કે ચૂંટણીનું શેડયુલ જઈંછની કામગીરી પર ગુજરાતમાં સ્થાનિક... -
આરએસએસની શતાબ્દી નિમિતે વડિયામાં હિન્દુ સંમેલન યોજવા અંતર્ગત સમિતિની રચના કરાઈ
સમગ્ર દેશમાં આર એસ એસ ની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે... -
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ ઉજવાશે
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તારીખ 14 થી 16 ફેબ્રુઆરી સુધી ભવ્યતાથી...
