દીવમાં ફિશિંગ કરતા ટંડેલને હાર્ટ એટેક આવતા બોટમાં જ થયું મૃત્યુ

વણાંકબારાની ધનલક્ષ્મી નામની બોટ દસ દિવસ પહેલા દરિયામાં ફિશિંગ માટે ગયેલ હતી. ગતરાત્રના ફિશિંગ બોટમાં ટંડેલ કાનજીભાઈ પૂંજા જે બોટના માલિક પણ છે તેમની તબિયત બગડતા તેમને સુવડાવી દિધેલ હતાં. આજેસ વારે દસ કલાકે ફિશિંગ બોટ વણાંકબારા બંદરે લાવ્યા હતાં. અને 108 દ્વારા તેને દિવ સરકારી હોસ્પિટલ લાવ્યા હતાં. અને પોસ્ટ મોટર્મ કર્યુ હતું. કાનજીભાઈ પુંજા (ઉ.વ.48) રહે. વણાંકબારાને હાર્ટએટેક આવવાથી નિધન થયું હતું. અચાનક આવી દુર્ઘટનાથી તેમના પરિવાર અને મિત્રોમાં શોકનું વાતાવરણ સર્જાયુ છે.

રિલેટેડ ન્યૂઝ