કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેના ફોટા, વિડિયો મુકી વાયરલ કરી લોકમાનસ પર ભય અને ખોટી દહેશત ફેલાવનાર શખ્સોને પકડી પાડવા અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્વારા કરેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ કાગડા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઇ, પો.હેડ.કોન્સ. વિપુલભાઈ અમૃતભાઇ, અનિરુદ્ધસિંહ જયવંતસિંહ, પો.કોન્સ કૈલાશ સિંહ જેસાભાઇ, મહાવીરસિંહ મંગલસિંહ, હિતેષભાઇ દાનાભાઈ, નદીમ ભાઈ શેર મહમદ સહીતના પ્રભાસ પાટણ વિસ્તારમાં કામગીરી સબબ પેટ્રોલિંગમાં રહેલ તે દરમિયાન આફતાબ અલ્તાફ ચૌહાણ ઉ.વ.ર1 ધંધો મંજુરી રહે.ચોગાન ચોક પ્રભાસ પાટણ વાળા એ બાહુબલી તલવાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરેલ હોય તેને બાહુબલી તલવાર સાથે પકડી પાડી પોલીસમાં જી.પી.એક્ટ ક.135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢ જીલ્લાના પશુપાલકોના બનાસ ડેરી પ્રવાસને કલેક્ટરે ફ્લેગ ઓફ આપી
બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝીણવટભરી માહિતી મળશે જૂનાગઢ જીલ્લા કલેક્ટર અનિલકુમાર... -
ઓખાથી વેરાવળ આવતી ટ્રેનમાં હાર્ટએટેક આવતા એસઆરપી જવાનનું મોત
ગોંડલ ખાતે કોર્ટ મુદતે આવતી વેળા ટ્રેનના ડબ્બામાં જ બન્યા બેભાન ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં... -
હેં શિયાળો પૂરો થઇ ગયો ? બીજો રાઉન્ડ આવશે ? ચાલુ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માત્ર 8 દિ’ કાતિલ ઠંડી પડી, ફેબ્રુઆરીથી ઉનાળો શરૂ
છેલ્લા બે વર્ષથી ખાસ કરીને રાજકોટમાં શિયાળાની ઋતુ બરોબર જામતી નથી. માત્ર ગણતરીના દિવસો જ કડકડતી...
