“સોકાના ગુજરાત પ્લાન્ટનો ઉદ્દેશ્ય સોડા એશ ઉત્પાદન કરવાનો છે
ભારતના અગ્રણી એફ.એમ.સી.જી. (ઋખઈૠ) ગ્રુપ આરએસપીએલ ગ્રુપે તેના ઔદ્યોગિક ઉત્પાદન અને કેમિકલ ઉત્પાદન યુનિટ, “સોકા” (જઘઊંઅ) માં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં સોડા એશના અગ્રણી ઉત્પાદકોમાં, સોકા (જઘઊંઅ) એ તેના ગુજરાત દરિયાકાંઠાના પ્લાન્ટમાં તેની સોડા એશ ઉત્પાદન ક્ષમતાને ડબલ કરીને વાર્ષિક 1 (એક) મિલિયન ટન કરવા માટે પર્યાવરણીય મંજૂરી મેળવી છે. આનાથી હાલની ઉત્પાદન ક્ષમતાને અસરકારક રીતે પાંચ લાખ ટનથી ડબલ વધારીને દસ લાખ ટન કરવામાં આવશે. તે સાથે સોડિયમ બાયકાર્બોનેટ (જઇઈ) ઉત્પાદન કરવાની પણ યોજના વન જાણવા મળ્યું છે.
સોકા આગામી બે વર્ષમાં તેની સોડા એશ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક સાડા સાત લાખ ટન સુધી વધારવાની તાત્કાલિક યોજના અમલમાં મૂકી રહી છે, જેનાથી તેના અત્યાધુનિક ઇનઓરગેનીક કેમિકલ કોમ્પ્લેક્સમાં વધુ અઢી લાખ ટનનો ઉમેરો થશે. અંદાજ મુજબ, સોકા નજીકના ભવિષ્યમાં એક મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાના તેના વિઝનને સંપૂર્ણ રીતે સાકાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આ વિસ્તરણથી ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં આશરે બે હજાર નવી નોકરીઓનું સર્જન કરવાનો અંદાજ છે, હાલના કર્મચારીઓમાં વધારો કરશે, જે 2023 માં સહી કરેલ એમઓયુ મુજબ છે. આનાથી “સોકા” દેશના મુખ્ય સોડા એશ ઉત્પાદકોમાંનું એક તરીકે સ્થાન મેળવશે. વધુમાં, સોકા (જઘઊંઅ) સોલાર ગ્લાસ માટે સોડા એશના ઉત્પાદનમાં તેની હાજરીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે, જેનો ઉપયોગ સૌર પેનલમાં થાય છે. મુખ્ય ઉત્પાદનના ભાગ રૂપે, લાઇટ સોડા એશનો ઉપયોગ મોટા ભાગે ડિટર્જન્ટના ઉત્પાદનમાં થાય છે, તેમજ પાણીની સારવાર, કેમિકલના ઉત્પાદન, પલ્પ અને પેપરના ઉદ્યોગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજી બાજુ, સોડા એશ ડેન્સનો ઉપયોગ સામાન્ય રીતે ગ્લાસના ઉત્પાદન માટે થાય છે, જે ફ્લેટ, ફ્લોટ અને ક્ધટેનર ગ્લાસ ના ઉત્પાદન માટે જરૂરી છે. વધુમાં, તેનો ઉપયોગ કેમિકલ પ્રોસેસિંગ, ધાતુશાસ્ત્ર અને સિરામિક્સ, રંગો અને કાપડ જેવા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે.
આ સફળતા વિશે બોલતા, “સોકા” ના સીઈઓ ટિંકુ છાબરાએ જણાવ્યું છે કે, અમારી સોડા એશ ઉત્પાદન ક્ષમતાને વધારો કરવા માટે પર્યાવરણીય મંજૂરી એ ’મેક ઇન ઇન્ડિયા’ વિઝનને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમારો પ્લાન્ટ ડિટર્જન્ટ, ગ્લાસ, સોલર ગ્લાસ, ટેક્ષટાઇલ અને કેમિકલ જેવા મુખ્ય ક્ષેત્રોને આવશ્યક કાચા માલ ને પૂરા પાડીને સ્થાનિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ જેમ આપણે સ્કેલ વધારીએ છીએ, તેમ તેમ અમે આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને કામગીરીમાં ટકાઉ પ્રક્રિયા રજુ કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. સોકા ખાતે, અમારું ધ્યાન ઉત્પાદનથી આગળ વધીને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવા, રોજગારી અને લાંબા ગાળાની આજીવિકાનું સર્જન કરવા અને મજબૂત સીએસઆર પહેલ દ્વારા જવાબદાર વૃદ્ધિને આગળ વધારવા સુધી વિસ્તરે છે, જે સ્વ-નિર્ભરતા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ તરફ ભારતની સફર પ્રત્યે આરએસપીએલ ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
“સોકા”એ 2019 માં ગુજરાતના દ્વારકા જિલ્લામાં તેની સોડા એશ ઉત્પાદન સુવિધા શરૂ કરી હતી અને આજે મધ્ય અમેરિકા, આફ્રિકા અને એશિયા-પેસિફિક પ્રદેશોને મળીને લગભગ 50 જેવા દેશોમાં વૈશ્વિક સ્તરે નિકાસ કરે છે.
