છાયામાં યુનિયન બજેટ ઉપર યોજાયો સંવાદ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા થયું આયોજન:વિદ્યાર્થીઓને બજેટથી થનારી અસરો વિશે જાણકારી આપવામાં આવી

પોરબંદરના છાયામાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજ ખાતે યુનિયન બજેટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ શૈક્ષણિક સંકુલના બી.બી.એ. બી. કોમ. વિધાર્થીઓ વચ્ચે આંતર વિભાગીય ચર્ચાનો “સંવાદ” કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ નર્સિંગ કોલેજના વિશાલ અને સેન્ટ્રલ એ.સી. ઓડિટોરિયમમાં યોજાયો હતો. યુનિયન બજેટ 2026-27ની કોમર્સ અને મેનેજમેન્ટના વિધાર્થીઓમાં જાગૃતિ, સમજ અને તેની દેશના વિવિધ પ્રકારના વિભાગો ઉપર અસર કેવી રીતે પડે છે તેનું મૂલ્યાંકન આ બજેટનાં સંવાદાત્મક સ્પર્ધા દ્વારા થયું હતું. આ પ્રકારની ડિબેટથી આજનો વિધાર્થી દેશના અર્થતંત્રના વિવિધ પ્રકારના પાસાથી સારો જાણકાર બને છે. તેના માઇન્ડમાં બજેટ અંગેનો અભિગમ પણ સ્પષ્ટ સહજ રીતે થાય છે.આ બાબતને લક્ષ્યને કેન્દ્રમાં રાખીને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ શૈક્ષણિક સંકુલના બી.બી.એ.અને બી.કોમ.ના વિધાર્થીઓ માટે બજેટ ઉપર સ્પર્ધાત્મક “સંવાદ” રાખવામાં આવ્યો હતો. આ “સંવાદ” ચર્ચાની વિગત મુજબ આ સ્પર્ધામાં બી.બી.એ.અને બી.કોમવિભાગના વિદ્યાર્થીઓની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવા માટે મલ્ટી-ફોર્મેટ રાઉન્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વિદ્યાર્થીઓએ યુનિયન બજેટ 2026-27ને તર્કસંગત રજૂઆત કરીને પોતાની બજેટ અંગેની સમજદારીને પ્રભાવશાળી વક્તૃત્વ દ્વારા અભિવ્યક્ત કરી હતી.બજેટ અંગેની પોતાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ભારત સરકારનું બજેટ એ દેશના અર્થતંત્ર અને નાગરિક કેન્દ્રિત હોય છે, તે ક્ધસેપ્ટ ક્લિયર કરવા માટે આ પ્રકારનો વિધાર્થીઓમાં સંવાદ કાર્યક્રમ થવો અનિવાર્યપણે થવો જોઈએ.વિધાર્થીઓ ટેરિફ અને ટેક્સ અંગે પણ જાણકારી આપી હતી. શિક્ષણ,આરોગ્ય,ખેતી, ઉધ્યોગ અને ડિફેન્સ માટે ફાળવેલ નાણાં અને તેના લાંબા ગાળાના મળવા પાત્ર પરિણામ અંગે પણ પરસ્પર આંતરિક વિચાર અને દલીલો કરીને આ સ્પર્ધાત્મક સંવાદને રોચક બનાવ્યો હતો. આજના કોલેજીયન નવયુવાનો દિકરા દીકરીઓ માટે માત્ર મોબાઈલમાં જ રહે છે તેવું આપણે માનીએ છીએ પણ તે હકીકત આ સંવાદ દ્વારા સાબિત થઈ ગઈ હતી કે આજનો યુવાન આવતીકાલના ભારતને સમજવા માટે તૈયાર છે અને સક્ષમ પણ છે.
આ સંવાદાત્મકસ્પર્ધાના અંતિમ વિજેતા તરીકે બી.બી.એ.સેમ-6 ના વિદ્યાર્થીની ટીમ હર્ષ મહેતા, રિયા કારિયા અને અક્ષિત કાનાબાર વિજેતા બની હતી. આ કાર્યક્રમમાં નિષ્ણાંત નિરીક્ષક તરીકે સી.એ.નિખિલ જોશી અને સી.એ.આકાશ રતનધારા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નિષ્પક્ષ મૂલ્યાંકન સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.બી.એ.અને બી.કોમવિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (વિભાગ પ્રમુખ ) પ્રોફેસર કિશન દત્તાણી તથા તેમની ટીમે ઉત્કૃષ્ટ આયોજન અને સંકલન કર્યું હતું, જેના કારણે કાર્યક્રમ યાદગાર અને સફળ રહ્યો હતો.કાર્યક્રમમાં ગુરૂકુલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું અને શૈક્ષણિક તેમજ વ્યક્તિત્વ વિકાસ માટે આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું.ગુરૂકુલ સંસ્થાના ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને સહકારથી કાર્યક્રમનું આયોજન વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતુ.

રિલેટેડ ન્યૂઝ