પૂ.મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમમાં બાળકોએ ભાગ લીધો હતો
તાલાલા પંથકના 15 બાળકોએ વડોદરા ખાતે બી.એ.પી.એસ આયોજિત કાર્યક્રમમાં 315 સંસ્કૃત શ્લોકનું મુખપાઠ અને ગાયન કરવા સબબ તમામ બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા તાલાલા પંથકમાં સર્વત્ર ખુશી પ્રસરી ગઈ છે.
તાલાલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના અગ્રણી રાજુભાઈ રામે આપેલ વિગત પ્રમાણે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજની 92 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ બાળ સંસ્થાન પ્રવૃત્તિ દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ તેમજ ગાયન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલાલા વિસ્તારના બાળ વિદ્વાન…અંશભાઈ અરવિંદભાઈ કાછડીયા,હર્ષભાઈ શૈલેષભાઈ સાવલીયા,રજતભાઈ યોગેશભાઈ ચુડાસમા,યજ્ઞેશભાઈ રાજેશભાઈ વઢવાણા,હિયાનભાઈ ધવલભાઈ પાનસુરીયા,વત્સલભાઈ ગિરીશભાઈ કાતરીયા,દેવાંશુભાઈ રાહુલભાઈ વડુકર,ધૈર્યભાઈ રાહુલભાઈ વડુકર તથા
બાલિકા વિદુષી… પ્રગતીબેન શૈલેષભાઈ સાવલીયા,કૃષાંગીબેન અરવિંદભાઈ ચુડાસમા,જીલબેન શૈલેષભાઈ જારસાણીયા,જીયાબેન સાંગાણી,હેતવીબેન હરસુખભાઈ જારસાણીયા,ધાર્મીબેન નરેશભાઈ કવા,ધ્યાનીબેન દેત્રોજા સહિત 15 બાળકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.તમામ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકનું સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ અને ગાયન કર્યું હતું તે બદલ તમામ બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.તાલાલા વિસ્તારના 15 બાળકોએ ધાર્મિક જ્ઞાન,સંસ્કૃત ભાષા અને સંસ્કારની દિશામાં ગૌરવરૂપ સિધ્ધી પ્રાપ્ત કરતાં તાલાલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર પરિવાર તથા તાલાલા પંથકમાં સર્વત્ર આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.
