રાજુલામાં શ્રીજીનગર સોસાયટીમાં 19 વર્ષથી ગંદા પાણીની સમસ્યાથી લોકોને છુટકારો

ન.પા. પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડના સભ્યોએ સફળતાથી કામગીરી કરી

ગુજરાત રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામા આવેલ રાજુલા નગરપાલિકા હેઠળ આવતો વોર્ડ નંબર 7માં આવેલ શ્રીજીનગર સોસાયટીમા સૌથી ગંભીર સમસ્યા હતી દુર્ગંધ મારતા પાણી પીવાનુ પાણી સહિત સમસ્યા છેલ્લા 19 વર્ષથી સ્થાનિક નાગરિકો પીડાય રહ્યા હતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા 19 વર્ષ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વિવિધ રાજકીય પાર્ટીની સતાઓ ખેંચતાણ પ્રમુખ સદસ્યો બદલી ચુક્યા પરંતુ કોઈએ ગંભીરતા પૂર્વક પ્રજાના પ્રશ્નનનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નહીં જેના કારણે 19 વર્ષ સુધી આ વિસ્તારમાં લોકોને બારે માસ ગંદકી દુર્ગંધ મારતુ પાણી દરેક તહેવારમાં અહીં જોવા મળતું જેના કારણે અહીં સતત ચોમાસા જેવો માહોલ માર્ગો ઉપર જોવા મળતો હતો જેના કારણે પ્રજા ત્રાહિમામ હતી જેમાંથી હવે મુક્તિ મળી છે. રાજુલા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી ધરાવતી નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ મયુરભાઈ દવે,વોર્ડ નંબર 7ના સદસ્યો ધવલભાઈ દુધરેજીયા, પ્રતિનિધી તરીકે વિજયભાઈ વાઘ,રણછોડભાઈ મકવાણા આ નગરપાલિકા ટીમ દ્વારા ચૂંટણી સમયે સ્થાનિક મતદારો અને લોકોને અપાયેલ વચનને પાળી પ્રથમ ગંભીરતા દાખવી સર્વેની કામગીરી શરૂ કરી ડોળીનોપટ વિસ્તારથી લઈ શ્રીજીનગર સુધી કાયમી ગટરના દુર્ગંધ મારતા પાણી બંધ કેવી રીતે થાય તે માટે સર્વે કર્યા બાદ પાઇપ લાઇન નાખી કામગીરી હાથ ધરી નગર સેવકો સતત ખડેપગે રહી ગટરનો પ્રશ્નન ઉકેલવામા એતીહાસીમ સફળતા મળી છે.

રિલેટેડ ન્યૂઝ