ગીરગઢડાની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ-શિક્ષિકા વચ્ચે ચાર્જ મુદ્દે બબાલ

ગ્રામજનો ઉમટ્યા, પ્રિન્સિપાલને પોલીસ સ્ટેશને લવાયા; નિયમભંગનો આક્ષેપ

ગીરગઢડા તાલુકાના પીછવી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલના ચાર્જ મુદ્દે વર્તમાન આચાર્ય અને એક મહિલા શિક્ષિકા વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ ઉમટી પડ્યા હતા. મામલો વકરતા 112 નંબર પર જાણ કરવામાં આવી હતી અને આચાર્ય અશ્વિનભાઈ દાહીંમાને ગીરગઢડા પોલીસ મથકે લઈ જવામાઆવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શાળાના આચાર્ય તરીકે અશ્વિનભાઈ દહીંમા કાર્યરત છે, પરંતુ તેમની નિમણૂક સિનિયોરિટી મુજબ ન હોવાનો આક્ષેપ છે. મહિલા શિક્ષિકા હર્ષાબેન ચૌહાણ દ્વારા અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમની માંગણી હતી કે તેમને આચાર્યનો ચાર્જ જોઈતો નથી, પરંતુ નિયમ મુજબ યોગ્ય વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવે.
આ મુદ્દે આચાર્ય અશ્વિનભાઈ અને હર્ષાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. શાળા છૂટવાના સમયે બનેલી આ ઘટનાની જાણ ગ્રામજનો અને વાલીઓને થતાં તેઓ શાળાએ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ આ સમગ્ર ઘટના નિહાળી હતી, જેના કારણે વાલીઓ માં પણ નારાજગી જોવા મળી હતી.
હરમડિયા પે સેન્ટર શાળાના આચાર્ય હરિભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે, આ બાબતે આવતીકાલે તાલુકા શિક્ષણાધિકારી અને પે સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે હું પીછવી ખાતે પહોંચી સિનિયર શિક્ષકને ચાર્જ આપવાની કાર્યવાહી કરશે. આચાર્યના ચાર્જ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સુધી પણ વાત પહોંચીહોવાનું જાણવા મળ્યું છે.
મહિલા શિક્ષિકા હર્ષાબેન ચૌહાણનો એક જ મુદ્દો છે કે નિયમ મુજબ આચાર્યનો ચાર્જ જેમને મળવો જોઈએ તેમને જ આપવામાં આવે, કારણ કે હાલ જે શિક્ષક પાસે ચાર્જ છે તે નિયમ વિરુદ્ધ છે. શિક્ષણ જગતમાં ચર્ચા છે કે આ બાબત વર્તમાન આચાર્યને કદાચ ના ગમી હોય અને તેના કારણે બોલાચાલી થઈ હોય.તેવી ચર્ચા ઉઠી છે

પીછવી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળામારી દીધા
પીછવી ગામની પ્રાથમિક શાળામાં આજે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકા વચ્ચેના વિવાદને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસરપડીરહીછે.ગઈકાલેઆચાર્ય અશ્વિનભાઈ દહીમા અનેમહિલા શિક્ષિકા હર્ષાબેન ચોહાણ વચ્ચે આચાર્યના ચાર્જ બાબતે શરૂ થયો હતો. પરિસ્થિતિ વણસતા વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થી ઓ શાળાએ ઉમટી પડ્યા હતા. અને તાળાબંધી કરતા જિલ્લા શિક્ષણાધિકારી અશોક પટેલ પીછવી દોડી ગયા હતા અને ગ્રામજનો અને વાલી સાથે બેઠક શરૂ કરી પણ હજુ સુધી પરિણામ કોઈ આવ્યું નથી. ગ્રામ જનોએ અધિકારી પાસે લેખિત માંગ્યું કે તમામ શિક્ષકો ની બદલી કરી આપો પણ અધિકારીની સત્તામાં આવતું ના હોય ગ્રામજનોને અધિકારી અશોક પટેલે કહ્યું કે, તપાસ કરી તપાસનો રિપોર્ટ નિયામકને મોકલ્યા બાદ નિર્ણય ત્યાંથી થાય આમ શાળાની તાળાબંધી મામલો વધુ વિવાદમાંઆવ્યો હોય તેમ હાલ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે અને નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. ગામ લોકો સાથે શિક્ષણ અધિકારીની બેઠક યોજાઈ ગામ લોકોની એકજ માગ જ્યાં સુધી બધા શિક્ષકોની બદલી ના કરવામાં આવે ત્યાં સુધી બાળકોને અભ્યાસ માટે નહીં મોકલીશું. જો કે, સમગ્ર મામલે બેઠક બાદ શું નિર્ણય આવે તે જોવું રહ્યું. સવારે શાળા ખુલવાના સમય પહેલા જ ગ્રામજનો એ શાળાને તાળું મારી દીધું હતું. શાળાના આચાર્ય અશ્વિન દાહીમા રજા પર ઉતરી ગયા છે. પે સેન્ટર શાળાના આચાર્ય અને તાલુકા શિક્ષણાધિકારી વિવાદનો ઉકેલ લાવવા પીછવી પહોંચવાના હતા, પરંતુ હજુ સુધી તેઓ આવ્યા નથી. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી ચાલુ રહેશે. પીછવી ગામના આગેવાન ગોવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષકોના આંતરિક ઝઘડા વધી ગયા છે, જેની બાળકોના શિક્ષણ પર ખરાબ અસર પડે છે. શાળામાં આશરે 275 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 8 શિક્ષકોનો સ્ટાફ છે. શિક્ષકો વચ્ચેના આ વિવાદ અને અહમને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. અન્ય શિક્ષકો શાળાએ પહોંચ્યા હોવા છતાં, તાળાબંધીને કારણે તેઓ બહાર ઊભા રહેવા મજબૂર બન્યા છે.મામલો શાંત પાડવા માટે 112 નંબર ની પોલીસને બોલાવવામાં આવી હતી અને આચાર્યને ગીરગઢડા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.આજે સવારે શાળા ખુલવાના સમય પહેલા જ ગ્રામજનોએ શાળાને તાળું મારી દીધું હતું. શાળાના

રિલેટેડ ન્યૂઝ