જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સુપ્રિટેન્ડન્ટની જગ્યા ચાર્જથી ચાલતી હતી, દરમિયાન ગઈકાલે બપોરે અચાનક જ આરોગ્ય વિભાગે ડો. દિપક તિવારીની જગ્યાએ સુપ્રિટેન્ડન્ટ તરીકે ડો. વિજય પોપટ ને.ચાર્જ સોંપવામાં આવ્યો હતો. માંડો. વિજય પોપટ પ્રથમ થી જ નેતૃત્વના ગુણો ધરાવે છે. તેઓ યુજીમાં જીએસ, પીજીમાં જેડીએ, પ્રેસિડેન્ટ અભ્યાસ દરમિયાન રહી ચૂકયા હતા. ઉપરાંત તેઓ ત્રણ વખત સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ મેમ્બર, બે વખત “ફેકલ્ટી ડીન, આઇએમએના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ, 2016 માં લેબોરેટરી એનએબીએલ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ચાલુ કરાવી જેના તેઓ ડાયરેકટર છે. તેઓને આઇએમએના બે નેશનલ લેવલના એવોર્ડ, અને આઈએમએના હેડકવાર્ટરમાં ઓનરરી પ્રોફેશરનો એવોર્ડ પણ મળ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
કાલાવડની મનોદિવ્યાંગ અને શારિરીક અસક્ષમ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા
જામનગર જિલ્લા ના કાલાવડની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કરેલા દુષ્કૃત્ય બદલ... -
જામનગરમાં કાર-બાઈક અને રીક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત બે બાઈક સવાર અને રિક્ષામાં બેઠેલી ત્રણ મહિલા ઇજાગ્રસ્ત
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -6 માં ગઈકાલે મોડી સાંજે એક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મુખ્ય... -
જામનગરના ખીમરાણા ગામમાં આવેલી એક દુકાનમાંથી ચોરી કરવાના પ્રકરણમાં નાસતો ફરતો આરોપી પકડાયો
જામનગર નજીક ખીમરાણા ગામમાં ગત વર્ષે એક ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી થઈ હતી, જે ચોરીના પ્રકરણમાં...
