જામનગરની સરકારી જી.જી.ના સુપ્રિટેન્ડન્ટ તરીકે ડો. વિજયભાઈ પોપટને ચાર્જ સોંપાયો

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સુપ્રિટેન્ડન્ટની જગ્યા ચાર્જથી ચાલતી હતી, દરમિયાન ગઈકાલે બપોરે અચાનક જ આરોગ્ય વિભાગે ડો. દિપક તિવારીની જગ્યાએ સુપ્રિટેન્ડન્ટ તરીકે ડો. વિજય પોપટ ને.ચાર્જ સોંપવામાં આવ્યો હતો. માંડો. વિજય પોપટ પ્રથમ થી જ નેતૃત્વના ગુણો ધરાવે છે. તેઓ યુજીમાં જીએસ, પીજીમાં જેડીએ, પ્રેસિડેન્ટ અભ્યાસ દરમિયાન રહી ચૂકયા હતા. ઉપરાંત તેઓ ત્રણ વખત સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ મેમ્બર, બે વખત “ફેકલ્ટી ડીન, આઇએમએના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ, 2016 માં લેબોરેટરી એનએબીએલ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ચાલુ કરાવી જેના તેઓ ડાયરેકટર છે. તેઓને આઇએમએના બે નેશનલ લેવલના એવોર્ડ, અને આઈએમએના હેડકવાર્ટરમાં ઓનરરી પ્રોફેશરનો એવોર્ડ પણ મળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ