કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે સમિતિના ચેરમેન ચંદ્રકાંત કુંભાણીના અધ્યક્ષશ્રીના સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ. જેમાં ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક જુકૃયુ, જુનાગઢ, ડી. બી. વઘાસિયા, જનરલ મેનેજર-અંબુજા ફાઉન્ડેશન, ડો. પી. કે. સ્વર્ણકાર, ડી. ડી. એ. (તાલીમ), ગીર સોમનાથ, ડો. પી. એસ. સ્વાતિલક્ષ્મી, આઈસીએઆર-સીએમએફઆરઆઈ, ડો. આશિષ જહા, સિનિયર સાઇન્ટિસ્ટ એન્ડ હેડ, આઈસીએઆર- સીઆઈએફટી-વેરાવળ, વિ. વિ. પટેલ, ઇનચાર્જ, ડીએઓ-ગીર સોમનાથ, કિરીટ જસાણી, મેનેજર પ્રોગ્રામ- અંબુજા ફાઉન્ડેશન, ડો, વિપુલ સોલંકી, પ્રોજેક્ટ ઓફિસર-સાબરમતી આશ્રમ ગૌશાળા-કોડીનાર, બરખાબેન બારડ, બાગાયત અધિકારી-કોડીનાર, મનુભાઈ ગોહિલ, સુપરવાઇજર- સાબરમતી આશ્રમ ગૌશાળા કોડીનાર અને ડો એમ. ડી. રાઠોડ, વેટરનરી ઓફિસર-કોડીનાર, એસ. જે. વાઢેલ, ખેતીવાડી અધિકારી-એમએસઆરએસ-કોડીનાર, બારડ રવિસિંહ, ફિશરિજ વિભાગ-કોડીનાર અને 7 પ્રગતિશીલ ખેડૂત ભાઈ-બહેનો તેમજ એફપીઓના પ્રતિનિધિ હારીભાઈ ડોડીયા, અને હંસાબેન સોલંકી અને રમેશભાઈ રામએ હાજરી આપી હતી. આ મિટિંગમાં કેવિકે દ્વારા ગત વર્ષ 2025-26 દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, જિતેન્દ્ર સિંહ અને તમામ ટીમે રજૂ કર્યો હતો. તેમજ આગામી વર્ષ 2026-27 માં થનાર કામગીરીનો અહેવાલ કેવિકેના વિષય નિષ્ણાંતોએ રજૂ કર્યો હતો તથા કેવિકે દ્વારા ખેડૂતલક્ષી હિત કઈ રીતે થઈ શકે તે અંગે ઉપસ્થિત સમિતિના સભ્યો પાસેથી માર્ગદર્શન અને સોનેરી સૂચનો મેળવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત સૌએ ટીમ દ્વારા થતી કામગીરીને બિરદાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
મેંદરડા પંથકમાં જગતનો તાત મુશ્કેલીમાં ભંગાર કરતા પણ સસ્તા ભાવે ઘઉં વેચવા ખેડૂતો મજબૂર!
ગુજરાતનો ખેડૂત જેને આપણે ’જગતનો તાત’ કહીએ છીએ, તે આજે અત્યંત દયનીય સ્થિતિમાં મુકાયો છે. કાળઝાળ... -
રાણપુરની જર્જરીત સરકારી હોસ્પિટલ નવી બનાવવાને બદલે રીપેરીંગ કામ શરૂ કર્યુ
વોર્ડ અને મોટાભાગના રૂમ જર્જરીત હાલતમાં ચોમાસામાં ધાબામાંથી પાણી પડે છે છતા રીપેરીંગ કરી ચલાવશે બોટાદો... -
માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા જીરૂની આવક મુહુર્તના રૂ.5186 મણના ભાવે જીરૂ ખરીદાયુ
ખેડુતો તથા વેપારીઓને મો મીઠું કરાવતા ચેરમેન ઉનાળાની શરૂઆત થતાં જ નવા મસાલાની સીઝન શરૂ થવામાં...
