કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે 18મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે સમિતિના ચેરમેન ચંદ્રકાંત કુંભાણીના અધ્યક્ષશ્રીના સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ. જેમાં ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક જુકૃયુ, જુનાગઢ, ડી. બી. વઘાસિયા, જનરલ મેનેજર-અંબુજા ફાઉન્ડેશન, ડો. પી. કે. સ્વર્ણકાર, ડી. ડી. એ. (તાલીમ), ગીર સોમનાથ, ડો. પી. એસ. સ્વાતિલક્ષ્મી, આઈસીએઆર-સીએમએફઆરઆઈ, ડો. આશિષ જહા, સિનિયર સાઇન્ટિસ્ટ એન્ડ હેડ, આઈસીએઆર- સીઆઈએફટી-વેરાવળ, વિ. વિ. પટેલ, ઇનચાર્જ, ડીએઓ-ગીર સોમનાથ, કિરીટ જસાણી, મેનેજર પ્રોગ્રામ- અંબુજા ફાઉન્ડેશન, ડો, વિપુલ સોલંકી, પ્રોજેક્ટ ઓફિસર-સાબરમતી આશ્રમ ગૌશાળા-કોડીનાર, બરખાબેન બારડ, બાગાયત અધિકારી-કોડીનાર, મનુભાઈ ગોહિલ, સુપરવાઇજર- સાબરમતી આશ્રમ ગૌશાળા કોડીનાર અને ડો એમ. ડી. રાઠોડ, વેટરનરી ઓફિસર-કોડીનાર, એસ. જે. વાઢેલ, ખેતીવાડી અધિકારી-એમએસઆરએસ-કોડીનાર, બારડ રવિસિંહ, ફિશરિજ વિભાગ-કોડીનાર અને 7 પ્રગતિશીલ ખેડૂત ભાઈ-બહેનો તેમજ એફપીઓના પ્રતિનિધિ હારીભાઈ ડોડીયા, અને હંસાબેન સોલંકી અને રમેશભાઈ રામએ હાજરી આપી હતી. આ મિટિંગમાં કેવિકે દ્વારા ગત વર્ષ 2025-26 દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, જિતેન્દ્ર સિંહ અને તમામ ટીમે રજૂ કર્યો હતો. તેમજ આગામી વર્ષ 2026-27 માં થનાર કામગીરીનો અહેવાલ કેવિકેના વિષય નિષ્ણાંતોએ રજૂ કર્યો હતો તથા કેવિકે દ્વારા ખેડૂતલક્ષી હિત કઈ રીતે થઈ શકે તે અંગે ઉપસ્થિત સમિતિના સભ્યો પાસેથી માર્ગદર્શન અને સોનેરી સૂચનો મેળવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત સૌએ ટીમ દ્વારા થતી કામગીરીને બિરદાવી હતી.

રિલેટેડ ન્યૂઝ