અમરેલી ન.પા.ના બોર્ડની મુદત આગામી માસમાં પૂરી થાય છે ત્યારે વહીવટદારના શાસનની શકયતા

અમરેલી પાલિકાએ 5 વર્ષમાં આકરો કરવેરામાં વધારો કર્યો, વર્ષો વિવાદિત રહ્યા

અમરેલી નગરપાલિકામાં તાજેતરમાં જ ચુંટાયેલ બોર્ડની પાંચ વર્ષની મુદ્દત આગામી મહિનામાં પૂરી થવામાં છે. અને ગણતરીના જ દિવસો બાકી રહયાં છે. ત્યારે આગામી નવાં બોર્ડની રચના માટેનાં બોર્ડની ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી અમરેલી પાલિકામાં વહીવટદારનું શાસન આવે તેવી શક્યતા છે.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાલિકાએ કરેલા કામ ઉપર નજર કરીએ તો ભાજપ શાસિત અમરેલી પાલિકાના આ પાંચેય વર્ષો વિવાદિત રહ્યાં છે. જેમને લોકોએ મત આપી ચૂંટીને પોતાના પ્રતિનિધિ તરીકે એ વિકાસ કરવા માટે મોકલ્યા હતા. તે પ્રજાના પ્રતિનિધિઓ મોટા ભાગે આંતરીક વિવાદમાં વધારે વ્યસ્ત રહ્યાં હતા. જેના કારણે શહેરનો વિકાસ રુંધાયો હતો.અમરેલી પાલિકામાં અગાઉ પાંચ વર્ષ પહેલાંની ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું પણ ભાજપના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા હતા અને બંધ બારણે સભાઓ કરવી પડી હતી. પાલિકામાં પ્રજાલક્ષી વિકાસના કામો લોકોએ ચૂંટીને મોકલ્યા તેવા સદસ્યો દ્વારા કરવામાં આવતો ના હતો. જેનાથી કંટાળી જઈને ત્યાર પછીનાં વોર્ડમાં લોકોએ અમરેલી પાલિકામાં ભાજપને સ્પષ્ટ રીતે બહુમતિ આપીને તેના હાથમા શાસન સોંપ્યુ હતું. અને શરુઆતથી જ ચૂંટાયેલા નગરસેવકો માત્ર કઠપૂતળી હોય તેમ તેમની ભૂમિકા રહી છે. નેતાઓ કહે ત્યાં સહી કરવા અને કોઈપણ પ્રકારની ચર્ચા વગર જ સાધારણ સભા પૂરી થઈ જતી હતી. સામાન્ય સભામાં ઠરાવો પાસ કરવા પુરતી જ મર્યાદિત રહી હતી. અમરેલી પાલિકામાં પાંચ વર્ષ દરમિયાન આંતરીક વિખવાદોના કારણે સામાન્ય સભાઓ પણ બંધ બારણે યોજવી પડી હતી. જ્યારે ભાજપમાંથી જ ચૂંટાયેલા સભ્યોએ ભાજપના જ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. અને મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો હતો. અગાઉના જે કરવેરાઓ હતા તેમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો છતા વિપક્ષે વિરોધ પણ કર્યો ન હોતો.

રિલેટેડ ન્યૂઝ