રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અનાજ અઝખ શરૂ કરાવશે. સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ કરવામાં આવશે.
હાલ સુધી લાભાર્થીઓ રેશનકાર્ડના આધારે દુકાન પરથી અનાજ મેળવતા હતા, પરંતુ હવે અઝખ જેવા મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે, જેથી તોલમાં ગેરરીતિ અથવા કાપકૂપની ફરિયાદો બંધ થશે. ભવિષ્યમાં 24ડ્ઢ7 અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે.
સરકાર ડિજિટલ કાર્ડ સિસ્ટમ અમલમાં મૂકી રહી છે. જેમાં છે. લાભાર્થીને એક કાર્ટ આપવામાં આવશે તેના આધારે અનાજનું વિતરણ થશે. આથી બોગસ રેશનકાર્ડ અને ડુપ્લિકેશન પર કડક રોક લાગશે અને સાચા લાભાર્થી સુધી જ અનાજ પહોંચશે.
ગુણવત્તા સુધારવા માટે હવે ચણા (ગ્રામ) અને તુવેર દાળ છૂટક આપવા બદલે સીલબંધ 1 કિલોના પેકિંગમાં આપવામાં આવશે. સરકારને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે દુકાનદારો દ્વારા ઓછું વજન આપવું, સ્ટોક નથી કહીને પરેશાન કરવા અથવા કાળાબજારી કરવી જેવી ગેરરીતિઓ થતી હતી. જે ગેરરીતિ અટકશે તેવું સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું શરૂઆતના સાબરમતી અમદાવાદના વિધાનસભા વિસ્તારના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે અમલ થશે. પ્રયોગ સફળ રહેશે
તો તબક્કાવાર સમગ્ર રાજ્યમાં પઅનાજ અઝખ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને રેશન વ્યવસ્થામાં ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પારદર્શક અને સરળ રીતે અનાજ મળી શકશે.
