વેરાવળ ભોઈ સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વે દર વર્ષની પરંપરા મુજબ શોભાયાત્રા નીકળશે

વેરાવળ શહેરમાં ભોઈ સમાજ દ્વારા પ્રથમ એવા સોમનાથ મહાદેવ ની જયોતિ લીંગ સમસ્ત ભોઈ સમાજ રાસ મંડળ ના સભ્યો દ્વારા તા.09-05-1951 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ તેના ભાગરૂપે સોમનાથ ટ્રસ્ટ ના સહયોગ થી વેરાવળ ભોઈ સમાજ દ્વારા દર વર્ષે વેરાવળ થી સોમનાથ મંદિર સુધી સોમનાથ શીવલીંગ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવની ચાંદી ની શીવલીંગ તથા મહાદેવ ને લગતા અન્ય પ્રતિકો શીવરાત્રી ના આગલા દિવસે વેરાવળ ભોઈ સમાજને આપવામાં આવે છે. વેરાવળ ભોઈ સમાજ દ્વારા શીવરાત્રી ની આગલી રાત્રે શારદા હા. કો. સોસાયટી (ભોઈ સોસાયટી) માં આવેલ ભૈરવનાથ ચોકમાં સોમનાથ મહાદેવના ચાંદી ના શીવલીંગ ની સ્થાપના કરવામાં આવે છે અને વેરાવળની તમામ ધર્મપ્રેમી જનતા ના દર્શન માટે શીવલીંગ ખુલ્લુ મુકવામાં આવે છે. રાત્રે સમાજની બહેનો દવારા રાશ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. અલગ અલગ ધુન મંડળો દ્વારા શીવ સ્તુતી અને ભજનો ગાવામાં આવે છે. શ્રી સોમનાથ મહાદેવ ના ચાંદીના શીવલીંગ ના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવ કરે છે.
સમાજ દ્વારા સમગ્ર ચોકને રોશની થી શણગારવામાં આવે છે. હજારો લોકો દર્શન માટે ઉમટી પડે છે અને મોડી રાત સુધી દર્શન માટે લોકો આવે છે. બીજા દિવસે શીવરાત્રી ની શોભાયાત્રા માં વેરાવળની તમામ ધર્મપ્રેમી જનતા જોડાય છે. જ્ઞાતિના યુવાનો દવારા ઠેર ઠેર શરબત અને પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સ્ટોલ રાખવામાં આવે છે. શ્રધ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે એની પણ તાકેદારી રાખવામાં આવે છે. જેમા સરકારી તંત્ર તથા પોલીસ સ્ટાફ નો સહયોગ રહે છે.ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદ તુલસીદાસ વાજા તથા ઉપપ્રમુખ હસમુખભાઈ કાનજીભાઈ ડોલરીયા દ્વારા જણાવવામાં આવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના અલગ અલગ ગ્રુપ મંડળો ફલોટસ અને ડી.જે. સાથે ધામધુમથી શોભાયાત્રા માં જોડાવાના છે અને આ વર્ષે વધુ ભવ્યતાથી સોમનાથ મહાદેવની શોભાયાત્રા વેરાવળ થી સોમનાથ સુધી કાઢવામાં આવનાર હોવાનું યાદી માં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ