સાવરકુંડલા તાલુકાના ખેડૂતોની ટેકાના ભાવથી સવા પાંચ લાખ ગુણી મગફળીની ખરીદી

સરકારની ખેડૂતલક્ષી ઉદારનીતિને આવકારતા ખેડૂત અગ્રણીઓ

ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ગુજકોમાસોલના ચેરમેન અને રાષ્ટ્રીયક્ષેત્રે સહકારી નેતૃત્વ સંભાળી રહેલા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં બે કેન્દ્રો મંજૂર થયેલ હતાં. આ કેન્દ્રો પરથી મગીફળી ખરીદવાનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઇ કાસવાલાની ઉપસ્થિતિમાં તા. 9-11-25 ના રોજ થયેલ હતો.ત્યાર બાદ સરકારની ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબિન વિગેરે ખરીદવાની ઉદાર નીતિ મુજબ સતત સિતેર દિવસ સુધી સાવરકુંડલા માર્કેટ યાર્ડના બંને કેન્દ્રો પરથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરૂ રહેતા સાવરકુંડલા તાલુકામાંથી આઠ હજારથી વધારે ખેડૂતોની સવા પાંચ લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. જેની કિંમત અંદાજે એકસો બત્રીસ કરોડ થાય છે.સરકારની નવી દાખલ થયેલ સિસ્ટમ મુજબ આ વખતે ડી.બી.ટી. સિસ્ટમથી ડાયરેક નાફેડ મારફત પેમેન્ટથી મોટા ભાગના ખેડૂતોને મગફળી વેચાણના નાણાં પણ સમયસર મળી ગયા છે. સરકારની આવી ખેડૂતલક્ષી ઉદાર નીતિને સાવરકુંડલા તાલુકાના ખેડૂત અગ્રણી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી અને જીતુભાઈ કાછડીયા મહેશભાઇ લખાણી, દેવાતભાઈ બલદાણિયા, જસુભાઈ ખુમાણ, રાધવભાઈ સાવલિયા, લાલભાઇ મોર, દુર્લભજીભાઈ કોઠીયા, મહેશભાઇ કાછડિયા, આર. વિ. રાદડિયા, બાબુભાઇ માલાણી, અશ્વિનભાઈ માલાણી સહિતના અગ્રણીઓએ આવકારેલ છે.

રિલેટેડ ન્યૂઝ