પોલીસ કર્મીઓ અને કિર્તિ પટેલ વચ્ચે થયેલી રકઝક સીસીટીવીમાં કેદ
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના ગઈકાલે અંતિમ દિવસે રાત્રિના સમયે નીકળેલી સાધુ, સંતોની રવાડીમાં કીર્તિ પટેલ જોડાઈ હતી. અને બાદમાં મૃગી કુંડ ખાતે શાહી સ્નાનમાં પણ કીર્તિ પટેલે સંતો સાથે ડૂબકી મારતા આ બાબતે વિવાદ સર્જાયો છે.
અનેક વિવાદોમાં ઘેરાયેલ અને 2025 માં એક મહિનો સુધી જેલમાં રહી ચૂકેલ કીર્તિ પટેલ ગઈકાલે ભવનાથના શિવરાત્રી મેળામાં રવાડી દરમિયાન પહોંચી હતી. અને સાધુ, સંતો સાથે રવાડીમાં જોડાઈ હતી. બાદમાં આ રવાડી ભાવનાથ મંદિર ખાતે પહોંચતા કીર્તિ પટેલ સાધુ, સંતો સાથે મૃગીકુંડ સુધી પહોંચી ગઈ હતી અને હર હર મહાદેવનો નાદ કરી સંતોની સાથે મૃગી કુંડમાં ડૂબકી પણ લગાવી હતી.
આ અંગેની ભવનાથ ક્ષેત્રના શાંત ઇન્દ્રભારતી બાપુને જાણ થતા તેમણે તાત્કાલિક જિલ્લા પોલીસવાળા ને આ બાબતથી માહિતગાર કર્યા હતા, તે સાથે જ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના મહિલા પોલીસ કર્મી ઓએ કીર્તિ પટેલને પકડીને બહાર લઈ જવાના પ્રયત્નો કરતા કીર્તિ પટેલ ભારે છનછેડા હતી અને જણાવ્યું હતું કે મને કોઈ હાથ અડાડશો નહીં હું કોઈ આરોપી નથી ચાલો તેમાં આંખો કોળી કરી ગુસ્સાના સ્વરમાં જણાવ્યું હતું આ સાથે કીર્તિ પટેલે એમ પણ જણાવ્યું હતું કે કહેતા હોય તો ભગવો પહેરી લઉં. પત્રકારોને કીર્તિ પટેલે જણાવ્યું હતું કે હું સનાતનિ છું અને એટલે બે યોગીકુંડમાં ડૂબકી લગાવી હતી.
જોકે આ મામલે સાધુ સંતોમાં ભારે નારાજગી પ્રસરી છે અને કીર્તિ પટેલ સામે પગલા ભરાય તેવી માંગ ઉઠી હતી. તે સાથે ખાખી મઢીના મહંત સહિતના ગુજરાત ભરના સંતો ન સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને આ સનાતન ધર્મને બદનામ કરવાનું અને લાલચંદ લગાડવાનું કામ કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
આ અંગે મેળા અધિકારી અને જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું છે તે બાબત સામે આવી છે
અને આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં સંતો, સાધુઓ આવ્યા હતા. તેમની સાથે કીર્તિ પટેલ પણ ભગવા વેશમાં મૃગીકુંડે સુધી પહોંચી ગઈ હતી, અને તેમણે આ કૃત્ય કર્યું છે. આ બાબતે સાધુ સંતો સાથે ચર્ચા કરાશે અને જો અયોગ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહિલા પીઆઇ વરિયાનો મૃગી કુંડમાં ડૂબકીનો વિડીયો વાઇરલ
મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરતા ભારે વિવાદ સર્જાયો હતો, અને પોલીસ કર્મીઓ અધિકારીઓ આ બાબતે કામે લાગ્યા હતા. તેવા સમયે જ મહિલા પી.આઇ. વારીયા એ પણ પેન્ટ અને શર્ટ જેવા વસ્ત્ર પરિધાન કરી, મૃગીકુંડમાં સ્નાન કરતા વિડીયો વાયરલ થવા પામ્યો છે. અને મહિલા પીઆઇ સામે પણ સંતો, મહંતોમાં નારાજગી પ્રસરી છે. તો બીજી બાજુ ભાવિકોમાં પણ રોષ ભભૂકયો છે. ત્યારે કીર્તિ પટેલે એક પત્રકારને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે, મેં તો ભગવા વેશમાં મૃગીકુંડમાં સ્નાન કર્યું છે. જ્યારે મહિલા પીઆઈ. એ પેન્ટ, શર્ટ પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું છે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
