ગારીયાધારના કલરના ગોડાઉનમાંથી તસ્કરો રૂ. 4.83 લાખની કિંમતની કલરની ડોલ ચોરી ગયા

ભાવનગર જિલ્લાના ગારીયાધારના સુખનાથ મંદિર પાસે આવેલા કલરના ગોડાઉનના દરવાજાની જાળી તોડી તસ્કરોએ અંદર પ્રવેશી ગોડાઉનમાં રાખવામાં આવેલા કલરની 119 ડોલની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારીયાધાર ના સુખનાથ મંદિર પાસે આવેલા મુર્તુજાભાઈ હુસેનભાઇ લક્ષ્મીધરના કલરના ગોડાઉનમાં અજાણ્યા શખ્સોએ મેન દરવાજાની જાળી તોડી તસ્કરો અંદર પ્રવેશી ગોડાઉનમાં રાખવામાં આવેલા કલરના અલગ અલગ કંપનીની 119 જેટલી ડોલ રૂ.4,83,350 ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે મુર્તુજાભાઈએ ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ