બજેટમાં સોમનાથ-દ્વારકા એકસપ્રેસ વે માટે 3000 કરોડ ફાળવાયા: પ્રવાસન સંગમ રચાશે

પ્રદુષણની સમસ્યા હલ કરવા 300 કરોડની જોગવાઇ

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા. એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ 3000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઈવે બની રહેશે.
રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવા 150 કરોડની જોગવાઇ કરાઇ છે.
અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે 613 કરોડની જોગવાઇ કરાઈ છે તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઈટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે 300 કરોડની જોગવાઇ છે.

રિલેટેડ ન્યૂઝ