રાજયના બજેટમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે 90 કરોડની જોગવાઇ

રાજયભરની સરકારી મેડીકલ કોલેજો, હોસ્પિટલમાં તબીબી સાધનો માટે 200 કરોડ ફાળવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ 25403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે શ.શષળવ કરોડની જોગવાઈ. ૠખ.ઊ.છ- સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.1851 રૂ.1 કરોડ આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે રૂ.502 કરોડ અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રૂ.500 કરોડ સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રૂ.200 કરોડ ઇન્સ્ટિ. ટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે રૂ.186 કરોડ યુ.એન.મહેતા ઇન્સ્ટિનટટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે રૂ.167કરોડ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિનટટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂ.153 કરોડ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે રૂ.90 કરોડની જોગવાઈકરવામાં આવી છે.
છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઈ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા રૂ. 60 કરોડ અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિાટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે રૂ.58 કરોડ. નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા રૂ.53 કરોડ સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા રૂ.41 કરોડ. જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન’ સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા રૂ.36 કરોડ. અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે રૂ.35 કરોડ. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીં ગ માટે રૂ.26 કરોડ. હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ યોજના માટે રૂ.22 કરોડની જોગવાઈ. ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે રૂ.17 કરોડની જોગવાઈ. માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા માટે રૂ.16 કરોડ કરવામાં આવી છે.સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.

રિલેટેડ ન્યૂઝ