સાવરકુંડલા: બાઇક સ્લીપ થતા દંપતી ખંડીત: પત્નીનું મૃત્યુ

ભુંડ આડુ ઉતરતા જીવલેણ અકસ્માત સર્જાયો

સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર રહેતા અશોકભાઈ પટેલ કે જે વેપારી અગ્રણી છે અને સમાજસેવક છે પોતે અને તેમના પત્ની દિવ્યાબેન બંને બાઈક લઈને જામજોધપુર થી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા તે સમય દરમિયાન કુકાવાવ ના અમરાપુર નજીક અંદાજે સાંજના 6:30 કલાકે ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ અને બંને ઘાયલ થયા જેને 108 મારફતે અમરેલી સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રાજકોટ રિફર કરવા માટે લઈ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન જ બાબરા પહોંચતા અશોકભાઈના પત્ની દિવ્યાબેન ઉંમર વર્ષ 70 નું રસ્તામાં જ અવસાન થયું જેનું બાબરા ખાતે પીએમ પણ કરવામાં આવેલું અને અશોકભાઈ ને માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજા થતાં તેમને રાજકોટ સારવારમાં લઈ ગયા હાલ અશોકભાઈ ની સ્થિતિ સુધારા ઉપર છે.

રિલેટેડ ન્યૂઝ