યુવકને અપલોડ કરેલ વીડિયો હટાવી રૂ. 20 લાખની માંગણી કરી
સોશિયલ મીડિયામાં બહુચર્ચિત અને લોકપ્રિય બનેલા કીર્તિ પટેલને જુનાગઢ કોર્ટે રૂ. 20 લાખની ખંડણી માંગવા અંગેના કેસમાં આજે જામીને મુક્ત કરી છે. જો કે, હજુ જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ બે ગુના નોંધાયેલ હોય ત્યારે આવતીકાલે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા હુકમ પણ કરવામાં આવ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતીમ દિવસે રાત્રિના સમયે સોશિયલ મીડિયા ની લોકપ્રિય એવી કીર્તિ પટેલે સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરતા ભારે વિવાદ વકર્યો હતો અને આ બાબતે મહિલા પીઆઇ દ્વારા કીર્તિ પટેલ સામે ફરજ મારું કાવડ પોલીસ સાથે ફરી વર્તન અને મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તે બાદ 24 કલાકમાં અન્ય એક ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાઈ હતી જેમાં પ્રભાસ પાટણના નિરાલી ખોડીયાર ગામના મહંત દ્વારા કીર્તિ પટેલે સાધુ સંતો સાથે વૃદ્ધિ કુંડમાં સ્નાન કરતા લાગણી દુબઈ હોવાની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી
આ બાદ ગત તા. 21 ના રોજ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ રહેલા કીર્તિ પટેલ, કીર્તિની એક મહિલા ફ્રેન્ડ તથા અન્ય 3 મળી કુલ 5 આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢના ગલીયાવડ ગામના અબજલ કારાભાઇ સીડા, (ઉ.વ.27) એ એવા મતલબની ફરિયાદી નોંધાવી હતી કે, આરોપી કીર્તિ પટેલે સાધુ સંતો અને સનાતન ધર્મના ખોટા વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં અપલોડ કરી, વાયરલ કરી. ખોટી પ્રસિધ્ધી મેળવી, પોતાના વ્યુઅર્સ વધારતા હોય જ્યારે ફરિયાદી અબજલ સીડા સનાતના ધર્મને ખુબ જ માન આપતા હોય, જેથી અબજલ સીડા એ કીર્તિ પટેલ એ બનાવેલ વિડીયોનો વિરૂધ્ધ કરતા વિડીયો બનાવી સોશિયલ મિડીયા ઉપર અપલોડ કરી, સાચી હકીકતને સમર્થન આપતા, આરોપી કીર્તિ પટેલ તથા તેના 4 સાગરીતોએ સાથે મળી, એકાબીજાની મદદગારી કરી, ફરિયાદીને ઇન્સાગ્રામ તથા વોટ્સએપમાં વોઇસ કોલ કરી, તારા આવા વિડીયોના કારણે અમારા વ્યુઅર્સ ઘટી ગયેલ છે, તે જે વિડીયો અપલોડ કરેલ છે તે હટાવી નાખ, અને રૂ. 20 લાખ આપી દે, નહિતર તને બળાત્કારના કેસમાં ફીટ કરાવી, જેલમ મોકલી દેશુ તેમજ તને જાનથી મારી નાખીશુ. જેથી આરોપીઓની બીકના કારણે પોતે ફરિયાદી ફીનાઇલ પી લીધી હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી કીર્તિ પટેલ, કીર્તિની એક મહિલા ફ્રેન્ડ તથા અન્ય 3 મળી કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
