મામલતદારની ટીમ ત્રાટકી રેતી હેરાફેરી કરતાં ટ્રેક્ટરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉનાના દેલવાડા નજીક આવેલા દરિયાઈ વિસ્તારમાં ખનીજ માફીયાઓ બેફામ રેતી ચોરી કરી અને વેચી મારતા હોય આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને ડામી દેવા તંત્ર સજ્જ બન્યું છે ગત રાત્રી દરમિયાન રેતી ભરીને ટ્રેક્ટર નિકળી રહ્યું હતું. તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના દેલવાડા ગામે દરિયાઈ પટ્ટી માંથીરેતી ભરેલું ટ્રેક્ટર નીકળતા ઉના મામલતદાર ડી .કે.ભીમાણી એ તેમની ટીમ સાથે રાખી રોકાવી તલાસી લેતા કોઈ પણ પ્રકારની રોયલટી પહોંચ કે ખનિજ અંગે ની પરમીટ નહીં મળતા ઝડપી પાડી 4 લાખથી વધુ રકમ નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી કરી છે.
