મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદૃીની શાંતિ અને સંવાદૃની અપીલ

યુદ્ધથી ઉકેલ નહીં આવે: વડાપ્રધાન મોદૃી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છઙ્મીટટ્ઠહઙ્ઘીિ જીેંહ્વહ્વ વચ્ચે નવી દિૃલ્હીમાં સ્થિત હૈદૃરાબાદૃ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દૃરમિયાન બંને દૃેશો વચ્ચે સહકાર વધારવા માટે અનેક મહત્વપૂર્ણ સમજુતી કરારોનું આપલે કરવામાં આવ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદૃ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદૃમાં વિશ્ર્વ પરિસ્થિતિ, દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્ર્વિક સહકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સંયુક્ત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ જણાવ્યું કે આજની દૃુનિયા અસ્થીરતા અને અનિશ્ર્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે જણાવ્યું કે યુક્રેનથી લઈને પશ્ર્ચિમ એશિયા સુધી વિશ્ર્વના ઘણા વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ છે. આવા વૈશ્ર્વિક પરિસ્થિતિમાં ભારત અને યુરોપ જેવી બે મહત્વપૂર્ણ રાજનૈતિક શક્તિઓ વચ્ચે વધતું સહકાર વિશ્ર્વમાં સ્થિરતા, વિકાસ અને સહભાગી સમૃદ્ધિને નવી દિૃશા આપી શકે છે. તો સાથે સાથે મિડલ ઈસ્ટ યુદ્ધ પર વડાપ્રધાન મોદૃીએ શાંતિ અને સંવાદૃની અપીલ કરી હતી અને કહૃાું હતું કે, યુદ્ધથી ઉકેલ નહીં આવે.
વડાપ્રધાને વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાને અતિ આવશ્યક ગણાવ્યા હતા અને આતંકવાદૃના દૃરેક સ્વરૂપને જડમૂળથી ઉખેડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતા દૃોહરાવી હતી.

રિલેટેડ ન્યૂઝ