સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટનો વધ્યો:રૂપિયા ૭૦ પૈસા ઉચકાયો

હોંગકોંગ, જાપાન, યુરોપના માર્કેટ ગ્રીનઝોનમાં રહેતા ગભરાટ હળવો થયો

શેરબજારમાં મેટલ, બ્ોંક, ડીફેન્સ ક્ષેેત્રના શેરોમાં જોરદૃાર લેવાલી

સોનામાં રૂા.૧,૦૦૦ અન્ો ચાંદૃીમાં રૂા.૫,૦૦૦નો ઉછાળો
સોનામાં ૧,૦૦૦ અને ચાંદૃીમાં ૫,૦૦૦ રૂપિયાનો ઉછાળો વાયદૃા બજારમાં આજે સોનું ૧,૦૦૦ રૂપિયા વધીને ૧.૬૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર કારોબાર કરી રહૃાું છે. જ્યારે ચાંદૃી ૫,૦૦૦ રૂપિયા વધીને ૨.૭૧ લાખ રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.

આજે, ૫ માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ (૧.૧૪%) વધીને ૮૦,૦૧૬ પર બંધ થયો. નિટી પણ ૨૮૫ પોઈન્ટ (૧.૧૭%) વધીને ૨૪,૭૬૬ પર બંધ થયો.
ઓટો, મેટલ, ફાર્મા અને એનર્જી શેરોમાં આજે નોંધપાત્ર તેજી જોવા મળી. એલ એન્ડ ટી અને અદૃાણી પોર્ટ્સના શેરમાં લગભગ ૪%નો વધારો જોવા મળ્યો. દૃરમિયાન, આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
ક્રૂડ ઓઇલ ૪ દિૃવસમાં ૧૫% વધ્યું બ્રેન્ટ ક્રૂડમાં આજે લગભગ ૧%નો ઉછાળો છે. તે ૮૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. છેલ્લા ૪ દિૃવસમાં તેની િંકમતોમાં લગભગ ૧૫%નો વધારો થયો છે.નિષ્ણાતોનું માનવું છે કે જો આ તણાવ વધુ વધશે તો તેલની િંકમતો ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર જોવા મળી શકે છે.
દિૃલ્હીમાં પેટ્રોલ રૂા.૯૫ પ્રતિ લિટરથી વધીને રૂા.૧૦૦ સુધી પહોંચી શકે છે. જ્યારે ડીઝલ રૂા.૮૮ થી વધીને રૂા.૯૨ સુધી જઈ શકે છે. અન્ય શહેરોમાં પણ આ જ રીતે િંકમતો વધી શકે છે.
કરન્સી માર્કેટમાં ગઈકાલે ડોલર સામે રૂપિયો ગગડી ૯૨.૨૬ થયો હતો ત્ો આજે ૭૦ પ્ૌસાના ઉછાળા સાથે ૯૧.૪૫ના સ્તરે આવી ગયો હતો. રૂપિયામાં થયેલી મોટી વધઘટથી આયાત નિકાસકારોમાં સોંપો પડી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ