પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝનું રાજીનામું

રાજ્યમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદૃ બોઝે ગુરુવારે પોતાના પદૃ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યપાલ ગુરુવારે દિૃલ્હીમાં હતા અને તેમની મુલાકાત દૃરમિયાન તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. જોકે રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે નહીં તે જાણી શકાયું નથી. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યપાલનું રાજીનામું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીજી તરફ પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહૃાું કે રાજ્યપાલ આનંદૃ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હેરાન અને ખુબ જ પરેશાન છું. તેમને કહૃાું કે રાજીનામા પાછળનું કારણ મને ખબર નથી. જો કે હાલની સ્થિતિને જોતા મને હેરાની નહીં થાય જો આગામી આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલ પર કેન્દ્રીય ગૃહપ્રધાને રાજકીય ફાયદૃા માટે દૃબાણ નાખ્યું હોય શકે.

રિલેટેડ ન્યૂઝ