ડોલર સામે રૂપિયો 92ના રેકર્ડ સ્તરે પહોંચતા ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝીટનો ધોધ

વૈશ્ર્વિક ડામાડોળ સ્થિતિ વચ્ચે

એનઆરઆઈ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂા.1.17 લાખ કરોડ થઈ

અમદાવાદ: વૈશ્વિક ડામાડોળ સ્થિતિને લઈ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે પહેલી જ વાર 92.17 પર પહોંચી ગયો હતો. ભારતીય ચલણે પહેલી જ વાર મનોવૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ 92 સ્તરને તોડી નાખ્યું હતું. આ ઘટાડો જાન્યુઆરી 2026ના અંતમાં નોંધાયેલા 91.99 અને 92.02 ના અગાઉના રેકોર્ડ નીચા સ્તરને પણ વટાવી ગયુ છે. ડોલર મજબૂત થતા ગુજરાતની બેંકોમાં ગછઈં ડિપોઝિટમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં ગુજરાતની ગછઈં ડિપોઝિટ વાર્ષિક ધોરણે 13% વધીને રૂા.1.17 લાખ કરોડ થઈ છે, જે ડિસેમ્બર-2024ના રૂા.1.05 લાખ કરોડની સરખામણીએ 12.4% નો વધારો દર્શાવે છે. જકઇઈ (સ્ટેટ લેવલ બેંકર કમિટી) રિપોર્ટ મુજબ, ડોલરની સતત મજબૂતી અને ગછઊ ડિપોઝિટ પરના આકર્ષક વ્યાજ દરોને કારણે આ વધારો જોવા મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે વિદેશી હૂંડિયામણનું મૂલ્ય રૂપિયામાં વધી ગયું છે, જેનાથી વિદેશમાં વસતા ગુજરાતીઓ સ્થાનિક બેંકોમાં વધુ રકમ જમા કરાવવા માટે પ્રોત્સાહિત થયા છે. ડોલરનું મૂલ્ય વાર્ષિક ધોરણે અંદાજે 7% વધ્યું છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, ઘણા ગછઈં માટે આ વળતરની તક અને કરન્સી હેજ બંને છે. વ્યાજ દરનો તફાવત અને વિનિમય દરનો ફાયદો બંને સાથે મળીને કામ કરી રહ્યા છે.
જોકે, આ રોકાણ અમુક ચોક્કસ જિલ્લાઓમાં જ કેન્દ્રિત છે. કુલ ગછઈં ડિપોઝિટમાં અમદાવાદનો હિસ્સો 22% છે, ત્યારબાદ વડોદરા 9%, કચ્છ 7.6% અને સુરત 7.5% નો નંબર આવે છે. આ જિલ્લાઓ મળીને ગુજરાતની કુલ વિદેશી ડિપોઝિટનો મોટો હિસ્સો ધરાવે છે, જે પરંપરાગત બિઝનેસ અને સ્થળાંતરના કેન્દ્રોનું વર્ચસ્વ દર્શાવે છે.સૌથી વધુ તેજી ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 162% નો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

રિલેટેડ ન્યૂઝ