ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી શાંતિપ્ાૂર્ણ માહોલમાં સંપન્ન

અમદૃાવાદૃ શહેરમાં અંદૃાજે ૫૪ ટકા મતદૃાન નોંધાયું; આગામી ૯મી માર્ચથી મતગણતરી શરૂ થશે

અમદૃાવાદૃ શહેર સહિત રાજ્યભરામાં આજે ગુજરાત બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણી યોજાઇ હતી. વકીલઆલમ માટે બહુ મહત્વની એવી કાઉન્સીલની આજની ચૂંટણી રાજ્યભરમાં એકંદૃરે શાંતિપ્ાૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદૃાવાદૃ શહેરમાં આશરે ૫૪ ટકા જેટલું વોટીંગ નોંધાયું હતું, જેની સામે જિલ્લા-તાલુકા મથકોએ ભારે અને મોટી સંખ્યામાં વકીલોમાં મતદૃાન કહૃાું હતું. મહેસાણા, પાલનપુર, કચ્છ, ગોધરા જેવા નાના સ્ોન્ટરો અન્ો જિલ્લા- તાલુકાના પંથકોમાં તો ૮૦ ટકા કે ત્ોથી પણ વધુ મતદૃાન નોંધાયું હતું. સાંજે ૬-૦૦ વાગ્યે મતદૃાન શાંતિપ્ાૂર્ણ રીત્ો સંપન્ન થતાં મતપ્ોટીઓ સીલ કરી ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરીયમ ખાત્ો પહોંચાડાની તજવીજ હાથ ધરાઇ હતી. હવે તા.૯મી માર્ચથી બાર કાઉન્સીલની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં થયેલા મતદૃાનની મતગણતરી શરૂ થશે અને તા.૧૪મી માર્ચ સુધીમાં પરિણામો આવી જશે.
તો, ગુજરાત યુનિ.ના અટલ કલમ (કન્વેન્શન હોલ)ખાત્ો ખસ્ોડાયેલા નવા મતદૃાન મથક પર આજે વહેલી સવારથી જ વકલી મતદૃારોની બહુ મોટી લાંબી લાઇનો લાગી હતી પરંતુ હોલની બહાર ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં મંડપ કે શમીયાણો પણ નહીં બંધાતા વકીલો ગરમીમાં જબરદૃસ્ત કંટાળ્યા હતા. મહિલાઓ, બિમાર અને અશકત વકીલો માટે ખુરશીઓ કે પીવાના પાણીની વ્યવસ્થા સુધ્ધાં નહીં કરાતા વકીલ મતદૃારોમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ હતી.
ગુજરાત હાઇકોર્ટમાં ત્યાંના ચાર હજારથી વધુ વકીલો માટે યોજાયેલા મતદૃાનમાં લગભગ બ્ો હજાર જેટલા વકીલ મતદૃારોએ મતદૃાન કર્યું હતું. તો, અમદૃાવાદૃમાં (યુનિ. ખાત્ોના મતદૃાન મથકે) ૧૪૦૦૦થી વધુ મતદૃારો પ્ૌકી સાડા સાત હજાર જેટલા વકીલ મતદૃારોએ મતદૃાન કર્યું હતું. તો, મહેસાણા, પાલનપુર, કચ્છ, ગોધરા, સુરેન્દ્રનગર, વડોદૃરા, ભાવનગર, અમરેલી, ડીસા સહિતના જિલ્લા-તાલુકા કક્ષાએ ૭૦થી ૮૦ ટકા કે જેથી પણ વધુનું ઉંચું મતદૃાન નોંધાયું હતું.

રિલેટેડ ન્યૂઝ