મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે મહારાષ્ટ્ર સહિત દૃેશભરના ખેડૂતો અને નિકાસકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો, મહારાષ્ટ્રથી ખેત ઉત્પાદૃનો સાથે ગયેલા ૮૦૦ થી ૧૦૦૦ કન્ટેનર દૃુબઈના જેબેલ અલી બંદૃર પર ફસાયા છે. ૨૮ ફેબ્રુઆરી જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. કન્ટેનરનું અલગ અલગ દૃેશોમાં એક્સપોર્ટ રોકાઈ જતાં લાખો કરોડોનું નુકસાન થઈ રહૃાું છે. દૃુબઈનું જેબેલ અલી બંદૃર મધ્ય પૂર્વનું એક મુખ્ય પોર્ટ છે. જે ખાડી ક્ષેત્રોમાં ભારત સહિત અનેક દૃેશોના ખેત ઉત્પાદૃનોનું વિતરણનું મહત્વનું કેન્દ્ર છે. જો કે યુદ્ધ બાદૃ સ્થિતિ તંગ થઈ જતાં કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. જે કારણે દૃુબઈ પહોંચેલા કે ભારતથી જઈ રહેલા ઘણા શિપમેન્ટ બંદૃર પર ફસાઈ ગયા છે.
ફસાયેલા કન્ટેનરોમાં મુખ્ય રૂપે ઓછા ટકી શકે તેવા કેળા, દ્રાક્ષ, દૃાડમ, તરબૂચ, પાંદૃડાવાળા શાકભાજી અને ડુંગળીનો સમાવેશ થાય છે. જે મોટા ભાગે મહારાષ્ટ્રથી નિકાસ થાય છે. કન્ટેનરો અટવાઈ જતાં હવે તે ખરાબ થઈ જવાની ભીતિ છે. જેનો મતલબ છે કે નિકાસકારોને ભારે નુકસાન થશે, કારોબારો ઓછો થતાં જેની સીધી અસર ખેડૂતોને થશે. ઈરાનના બંદૃરો પર ફળફ્રૂટની નિકાસ કરતાં ૬૦૦-૭૦૦ કન્ટેનર ફસાયેલા છે
મુંબઈના જવાહરલાલ નેહરુ બંદૃર પર દૃુબઈ જનારી દ્રાક્ષના લગભગ ૮૦ કન્ટેનર અત્યાર સુધીમાં અનલોડ જ થયા નથી. નાસિકથી નિકાસ માટે આવી રહેલા ૨૦૦થી વધુ કન્ટેનર બંદૃર બહાર ફસાયેલા છે. જેથી ભારે જામ પણ લાગી ગયો છે.
